Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીર હોવાનું સરકારને લાગતા અંતે ગાંધીનગર મનપાની ચૂંટણી તાકીદની અસરથી મોકુફ રખાઇઃ મુખ્યમંત્રી વિજયભાઇઍ વર્તમાન કોરોનાની સ્થિતિને કારણે ચૂંટણી મોકુફ રાખવા ચૂંટણી પંચને પત્ર લખ્યો હતોઃ અંતે ચૂંટણી પંચે ચૂંટણી મોકુફ રાખવા નિર્ણય લીધોઃ સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં

ગાંધીનગર : ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવા અંગે ચૂંટણી પંચે નિર્ણય લીધો છે. અને ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરશે.મહત્વનું છે કે, ગાંધીનગર ચૂંટણીને લઈ મુખ્યમંત્રી CM રૂપાણીએ ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા હાલના સમયમાં ચૂંટણી મોકૂફ રાખવાની રજૂઆત કરી હતી.

જો કે, ગાંધીનગર ચૂંટણી માટે ઉમેદવારી પણ નોંધાઈ ચૂકી છે. અને 18 એપ્રિલના દિવસે ચૂંટણી યોજાવવાની છે. તે પહેલા મુખ્યમંત્રીએ ચૂંટણી પંચને આ રજૂઆત કરી છે.

આ અગાઉ આપ અને કોંગ્રેસ દ્વારા પર ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવા માટે રજૂઆત થઈ ચૂકી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમતિ ચાવડાએ ચીફ જસ્ટિસને પત્ર લખીને આ મુદ્દે રજૂઆત કરી હતી.

 

(5:57 pm IST)