Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

માતા -પિતાની ભૂલનો બાળક ભોગ બન્યો :3 વર્ષના ભાઇએ ગોળીબાર કરતા 8 મહિનાના ભાઇનું મૃત્યુ

અમેરિકાના હ્યુસ્ટનમાં રમત -રમતમાં ત્રણ વર્ષના બાળકે ગોળી ચલાવી ,તેના નાના ભાઇને વાગી

અમેરિકાના હ્યુસ્ટનમાં શુક્રવારે એક આંઠ મહિનાનાં બાળકનું ગોળી વાગવાના કારણે મોત નિપજ્યુ હતું. પોલીસનું માનવું છે કે, આ બાળકના ઘરમાં બંદૂક રાખવામાં આવી હતી. જે ત્રણ વર્ષનાં બાળકના હાથમાં આવી ગઇ. તેને રમત-રમતમાં ગોળી ચલાવી નાંખી હતી અને તે તેના નાના ભાઇને વાગી હતી. જેના પછી તેનું મોત નિપજ્યુ હતું.

હ્યુસ્ટન પોલીસ સહાયક પ્રમુખ વેંડી બૈમબ્રિઝે જણાવ્યું કે, બાળકને શુક્રવાર સવારે પેટમાં ગોળી વાગી હતી. પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ તેનું મોત નિપજ્યુ હતું. વેંડીએ જણાવ્યું હતું કે તપાસકર્તા અને ફરિયાદી એ બાબતની તપાસ કરી રહ્યા છે કે, આ કેસમાં કોઈ આરોપ લગાવી શકાય કે નહીં.

જોકે પોલીસે બાળક કોઈ કેસ દાખલ કર્યો નથી. જોકે તપાસમાં જાણવા મળ્યું કે આ એક મોટી દુર્ઘટના હતી જે માતા-પિતાની બેદરકારીના કારણે બની.

 

બૈમબ્રિઝે કહ્યં કે,'હું દરેક નાગરિકને અપીલ કરીશ કે તેઓ પોતાના ઘરમાં હથિયારોને કોઈપણની પહોંચથી દૂર રાખે. તમે તમારા હથિયારોને સુરક્ષિત રાખવા માટે ઘણું બધુ કરી શકો છો. કૃપા કરીને આ પરિવાર માટે પ્રાર્થના કરો. આ એક અત્યંત દુઃખદ ઘટના છે.

સૂત્રો અનુસાર તપાસકર્તાઓને શરૂઆતમાં ઘટનામાં ઉપયોગ થયેલી બંદૂક મળી ન હતી. બાદમાં તે ગાડીની અંદરથી તેમને બંદૂક મળી હતી. જેમા પરિવારજનો ઇજાગ્રસ્ત બાળકને હોસ્પિટલ લઇ ગયા હતા

(12:19 am IST)