Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

દેશમાં કોરોનાના 3,66 લાખથી વધુ કેસ નોંધાયા : 3,53 લાખથી વધુ દર્દીઓ રિકવર થયા : 3747 લોકોના મોત : 37,41 લાખથી વધુ એક્ટીવ કેસ

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 48,401 નવા કેસ, કર્ણાટકમાં 47,930 કેસ,કેરળમાં 35,803 કેસ , ઉત્તર પ્રદેશમાં 23,175 કેસ, તામિલનાડુમાં 28,897 કેસ, આંધ્રપ્રદેશમાં 22,164 કેસ, દિલ્હીમાં 13,336 કેસ, રાજસ્થાનમાં 17,921 કેસ, પશ્ચિમ બંગાળમાં 19,941 કેસ, ગુજરાતમાં 11,084 કેસ, બિહારમાં 11,259 કેસ, હરિયાણામાં 13,548 કેસ, મધ્યપ્રદેશમાં 11,051 કેસ, ઓરિસ્સામાં 10,635 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં 3,66,317 નવા કેસ નોંધાયા છે 

 સાથે છેલ્લા 24 કલાકમાં 3747 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2.46,146 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 3,66,317 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 2,26,62,410 થઇ છે  એક્ટિવ  સંખ્યા પણ 37,41,368એ  પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 3,53,580 દર્દીઓ રિકવર  કરાયા છે આ સાથે કુલ  1.86,65,286 લોકોએ કોરોનાને મહાત આપી છે

દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં સૌથી વધુ 48,401 નવા કેસ, કર્ણાટકમાં 47,930 કેસ,કેરળમાં 35,803 કેસ , ઉત્તર પ્રદેશમાં 23,175 કેસ, તામિલનાડુમાં 28,897 કેસ, આંધ્રપ્રદેશમાં 22,164 કેસ, દિલ્હીમાં 13,336 કેસ, રાજસ્થાનમાં 17,921 કેસ, પશ્ચિમ બંગાળમાં 19,941 કેસ, ગુજરાતમાં 11,084 કેસ, બિહારમાં 11,259 કેસ, હરિયાણામાં 13,548 કેસ, મધ્યપ્રદેશમાં 11,051 કેસ, ઓરિસ્સામાં 10,635 કેસ  નોંધાયા  છે

(12:03 am IST)