Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

૧૮ પ્લસ વેકસીન માટે 'તત્કાલ' જેવા હાલઃ લેપટોપ-કોમ્પ્યુટર ખોલી ત્રણ - ત્રણ કલાક 'તપસ્યા': થોડી સેકન્ડોમાં સ્લોટ ફુલ થઈ જાય છે

વેકસીન માટે સ્લોટ બુક કરાવવાનું લોકોને રેલ્વે તત્કાલ ટીકીટ બુકીંગની યાદ અપાવે છેઃ કલાકોના પ્રયાસો છતા નામ નોંધાતુ નથી : જેમની પાસે હાઈસ્પીડ ઈન્ટરનેટ અને મોંઘો સ્માર્ટ ફોન નથી તેઓને વધુ મુશ્કેલી પડે છે

નવી દિલ્હી, તા. ૧૦ :. કોરોનાના કપરા સમયમાં તેનાથી બચવાનો એક માત્ર માર્ગ જે નજર આવે છે તે છે વેકસીન. ૧૮ વર્ષથી ઉપરની ઉંમરના લોકો માટે વેકસીન લગાવવાનુ શરૂ તો થયુ છે પરંતુ રસીની અછત હોવાને કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વેકસીનનો સ્લોટ બુક કરવા માટે લોકો અનેક કલાકો લેપટોપ અને મોબાઈલ લઈને બેસે છે. વેકસીન સ્લોટ બુક કરાવવુ એ રેલ્વે તત્કાલ ટીકીટ બુકીંગની યાદ અપાવી રહ્યુ છે.

અનેક લોકો પોતાના અને પોતાના ભાઈ-બહેન માટે વેકસીનનો સ્લોટ બુક કરાવવા માટે છેલ્લા ઘણા દિવસોથી લેપટોપ સામે કલાકો વિતાવી રહ્યા છે. આવા લોકોની ફરીયાદ છે કે કોવિન વેબસાઈટ પર સ્લોક બુક કરાવવાનુ ઘણુ કપરૂ છે. યુવાવર્ગનંુ કહેવુ છે રોજ લગભગ ૩ કલાક વેબસાઈટને રીફ્રેશ કરતા રહેવુ પડે છે. મુશ્કેલી એ છે કે જ્યારે કોઈ વેકસીન સ્લોટ મળે છે તો કેપ્ચા ભરવાનું રહેશે. જો તેને કલીયર ન કરાવાય કે ભરવામાં કોઈ ભૂલ થઈ જાય એટલી જ વારમા સ્લોટ ભરાય જાય છે. જ્યાં સુધી બધુ યોગ્ય રીતે ભરી આગળ વધીએ ત્યાં સુધીમાં સ્લોટ ફુલ થઈ જાય છે. યુવાનોનું કહેવુ છે કે જેમની પાસે હાઈસ્પીડ ઈન્ટરનેટ અને મોંઘોદાટ સ્માર્ટફોન નહિ હોય તેમને માટે ઘણી મુસીબતો ઉભી થશે.

જેએનયુ એમફીલ સ્કોલર વૈષ્ણવી મંગલનું કહેવુ છે કે ૪૫ વર્ષથી વધુ ઉંમરના માટે સ્લોટ દેખાય છે પરંતુ તેથી ઓછી ઉંમરના લોકો માટે સ્લોટ ફુલ દેખાય છે. આ પરેશાની જોતા દિલ્હીની બહાર એનસીઆરના જિલ્લાઓમાં સ્લોટ શોધી રહ્યા છીએ. ક્રિસ્ટીના જ્યોર્જ કન્ટેન્ટ રાઈટર છે. તેમનુ કહેવુ છે કે ૨૮ એપ્રિલે જ કોવિન પર રજીસ્ટર કરાવી લીધુ પરંતુ સ્લોટ હજુ સુધી બુક કરાવી શકી નથી. તેમનુ કહેવુ છે કે હું આસપાસ એટલે કે નોઈડા ગુરૂગ્રામમા પણ સ્લોટ બુક કરાવવા પ્રયાસ કરી રહી છું. કલર કોડ યલો દેખાય છે એનો અર્થ એ છે કે સ્લોટ ખાલી છે પરંતુ જેવુ કલીક કરો  તરત જ ફુલ થઈ જાય છે. દિવસમાં ૩ - ૪ વખત ટ્રાઈ કરૂ છું કદાચ કોઈ સમયે નસીબ કામ કરી જાય.

તનુશ્રી ભસીન ફોટોગ્રાફર છે. તેમને રવિવારે સ્લોટ મળી ગયો, પરંતુ કલાકો વેબસાઈટ પર વિતાવ્યા બાદ, તેમના જેવા અનેક વધુ લોકો છે જેઓ ટેલીગ્રામ અને બીજી સોશ્યલ સાઈટ પર ગ્રુપ થકી વેકસીનની ઉપલબ્ધતા અંગે માહિતી લેતા રહે છે. આ મુશ્કેલી તેમની સાથે પણ આવી રહી છે કે જેમને વેબસાઈટ અને બીજી બાબતોની માહિતી છે. જેમને કોઈ માહિતી નથી તેમના હાલબેહાલ થઈ રહ્યા છે. સરકારે જે રીતે અપનાવી છે તે યોગ્ય નથી.

વેકસીન માટે સ્લોટ બુક કરાવવાનુ લોકોને રેલ્વે તત્કાલ ટીકીટ બુકીંગની યાદ અપાવે છે. મોટાભાગના લોકો તત્કાલ ટીકીટને લઈને કયારેક તો જરૂર હેરાન થયા હશે. થોડી જ મીનીટોમાં કેવી રીતે ટીકીટ ફુલ થઈ જાય છે અને લોકો ફરી બીજા દિવસના બુકીંગની તૈયારીમાં લાગી જાય છે. તત્કાલ ટીકીટ બુકીંગ જેવુ શરૂ થાય તમે કલીક કરો કે તરત જ વેઈટીંગ બતાડવામાં આવે. આવી જ મુશ્કેલીનો સામનો હાલ લોકોને વેકસીન માટે સ્લોટ બુક કરાવવામાં પડી રહ્યો છે.

(11:01 am IST)
  • નેપાળમાં આજ સોમવારે સંસદનું વિશેષ સત્ર : પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્મા ઓલીએ વિશ્વાસનો મત મેળવવાનો રહેશે : પુષ્પકમલ પ્રચંડની પાર્ટીએ સમર્થન પાછું ખેંચતા 275 સભ્યો ધરાવતા નીચલા ગૃહમાં બહુમતી સાબિત કરવાની રહેશે access_time 11:39 am IST

  • સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ તુલસીશ્યામ જગ્યાના મહંત પૂજ્ય બાલકૃષ્ણદાસબાપુ ૧૦૧ વર્ષની વયે બ્રહ્મલીન થયા : મહુવા તાલુકાના કાટકડા સંજીવની આશ્રમ ખાતે પૂજ્ય બાલકૃષ્ણદાસબાપુનુ દુઃખદ નિધન થયું છે. સૌરાષ્ટ્ર સહિત મુંબઈ સુધીના તેમના સેંકડો સેવકોમાં શોકનો માહોલ. સોમનાથમાં ચાલી રહેલી રામ કથા દરમિયાન પૂજ્ય મોરારીબાપુએ પણ શોક વ્યક્ત કર્યો હતો. access_time 3:49 pm IST

  • કોરોનાથી રાજકોટ શહેરમાં આજે થોડી રાહત વર્તાઈ અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાએ જબરો ફુફાડો માર્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 351 અને ગ્રામ્યના અધધધ 395 કેસ સાથે કુલ 746 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:49 pm IST