Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

બે ડઝનથી વધુ રાજ્યોમાં તાળાબંધી-આકરા પ્રતિબંધો

દેશમાં ચારેતરફ કોરોના ડાકલા વગાડી રહ્યો છેઃ કાબુમાં લેવા આકરા નિયંત્રણો લાગુ કરાયા છે

નવી દિલ્હી, તા. ૧૦ :. દેશમાં કોરોનાએ ઉપાડો લેતા દિલ્હી, યુપી અને હરીયાણાએ રવિવારે લાગુ લોકડાઉનને ૧૭મી સુધી લંબાવ્યુ છે. કોરોનાએ સમગ્ર દેશને પોતાના પંજામા લીધો છે, હવે ૨ ડઝનથી એવા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો છે જ્યાં આજથી કોરોના પર કાબુ મેળવવા માટે કાં તો લોકડાઉન લગાવાયુ છે અથવા તો આકરા પ્રતિબંધો મુકાયા છે.

તામીલનાડુ, રાજસ્થાન અને પોન્ડીચેરીએ પણ આજથી બે સપ્તાહના શટડાઉનનું એલાન કર્યુ છે તો કર્ણાટકે ૨૪મી સુધી આકરૂ લોકડાઉન લાદયુ છે. આ પહેલા કેરળે પણ શુક્રવારે ૯ દિવસની લોકડાઉનનું જાહેરાત કરી હતી.

- દિલ્હીમાં ૧૯ એપ્રિલથી લોકડાઉન ચાલુ છે જે ૧૭મી સુધી વધારાયુ છે.

- યુપીમાં લોકડાઉન અને કર્ફયુ ૧૭મી સુધી લંબાવાયુ છે.

- કર્ણાટકમાં લોકડાઉન જેવી આકરી વ્યવસ્થા આજથી લાગુ. ૨૪મી સુધી અમલ

- બિહારમાં ૪ મેથી ૧૫મી સુધી લોકડાઉન ચાલુ છે

- ઓડિસામાં ૫મેથી ૧૪ દિવસનું લોકડાઉન

- રાજસ્થાને ૧૦મી મે થી ૨૪મી મે સુધી લોકડાઉન લાદયુ

- ઝારખંડમાં લોકડાઉન જેવા પ્રતિબંધો ૧૩મી સુધી લંબાવાયા

- છત્તીસગઢમાં વીકએન્ડ લોકડાઉનનું એલાન પરંતુ હવે જિલ્લા કલેકટરોએ અનેક વિસ્તારોમાં ૧૫મી સુધી લોકડાઉન લગાવ્યું

- પંજાબે વીકએન્ડ લોકડાઉન અને નાઈટ કર્ફયુ ઉપરાંત ૧૫મી સુધી આકરા પ્રતિબંધો ફરમાવ્યા

- હરીયાણાએ ૧૭મી સુધી લોકડાઉન લંબાવ્યુ

- ચંદીગઢે વીકએન્ડ લોકડાઉનનુ એલાન કર્યુ

- કેરળમાં ૧૬મી સુધી લોકડાઉન

- તામીલનાડુમાં ૨૪મી સુધી લોકડાઉન

- મ.પ્રદેેશમાં ૧૫મી સુધી જનતા કર્ફયુ

- ગુજરાતમાં રાત્રે ૮ થી સવારે ૬ સુધી નાઈટ કર્ફયુ

- મહારાષ્ટ્રએ ૧૫મી એપ્રિલથી લોકડાઉન લાગુ કર્યુ છે જે ૧૫મી સુધી લંબાવ્યું.

આ ઉપરાંત ગોવા, પ.બંગાળ, આસામ, નાગાલેન્ડ, મિઝોરમ, અરૂણાચલ, મણીપુર, સિક્કીમ, જમ્મુ કાશ્મીર, ઉતરાખંડ, હિમાચલ અને પોન્ડીચેરીમાં પણ લોકડાઉન અને આકરા પ્રતિબંધો લાગુ છે.

(11:03 am IST)