Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

કોરોના વાયરસ નવા યુગનું જૈવિક હથિયાર : ચીનના દસ્તાવેજમાં ચોંકાવનારો ખુલાસો

ચીની વિજ્ઞાનીઓ અને અધિકારીઓ દ્વારા લિખિત આ દસ્તાવેજમાં કોરોના વાયરસની વાત ક

કોરોના વાયરસ મહામારી ચીનના વુહાનમાંથી દુનિયાભરમાં ફેલાઇ છે. ચીનના વુહાનની લેબમાં આ વાયરસ તૈયાર કરાયો હોવાના અત્યાર સુધી અનેક દાવાઓ અને થિયરી સામે આવી છે. ત્યારે હવે એક દસ્તાવેજે દુનિયામાં ભૂકંપ લાવી દીધો છે. આજથી 6 વર્ષ પહેલા 2015માં ચીની વિજ્ઞાનીઓ અને અધિકારીઓ દ્વારા લિખિત આ દસ્તાવેજમાં કોરોના વાયરસની વાત કરવામાં આવી છે. આ દસ્તાવેજમાં ચીની વિજ્ઞાનીઓએ કોરોના વાયરસનો જૈવિક હથિયાર તરીકે વપરાશ કરવાની ચર્ચા કરી છે.

સાર્સ કોરોના વાયરસ નવા યુગનું જૈવિક હથિયાર બની શકેછે, જેને કૃત્રિમ રીતે નવું સ્વરુપ આપીને મનુષ્યો માટે જીવલેણ વાયરસમાં ફેરવી શકાય છે. વીકેંડ ઓસ્ટ્રેલિયનના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. અમનેચરલ ઓરિજન ઓફ સાર્સ એન્ડ ન્યૂ સ્પેસીધ ઓફ મેનમેડ વાયરસ નામની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ત્રીજુ વિશ્વ યુદ્ધ જૈવિક હથિયારો વડે લડાશે. આ દસ્તાવેજમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે ચીની સેનાના વિજ્ઞાનીઓ કોરોના વાયરસના હથિયાર તરીકે ઉપયોગ કરવા અંગે ચર્ચા કરી રહ્યા હતા.

ચીની વિજ્ઞાનો છેલ્લા કેટલાક વર્ષોથી કોરોના વાયરસ જેવા જૈવિક હથિયારો વડે ત્રીજા વિશ્વ યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. વિજ્ઞાનીઓએ દસ્તાવેજમાં કહ્યું છે કે યુદ્ધમાં જીત માટે જૈવિક હથિયાર મુખ્ય હશે. આ રિપોર્ટ અમેરિકન સંશોધકોને હાથ લાગ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન યોગ્ય સમયની રાહ જોઇ રહ્યું છે, જ્યારે જૈવિક હથિયારોને દુનિયા પર છોડશે. આમ કરવા પાછળ ચીનનો ઉદ્દેશ્ય દુશ્મન દેશોની સ્વાસ્થ્ય સેવાને તોડી પાડીને તેમને હરાવી શકાય.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનની લેબમાંથી અકસ્માતે અત્યારે કોરોના વાયરસ લીક થયો છે. ચીનને તો આ વાયરસ વિશે પહેલાથી ખબર હતી, એટેલે તેઓ તેને રોકવામાં સફળ રહ્યાં અને દુનિયાભરમાં વાયરસ ફેલાઈ ગયો. જે અત્યારે ભારતમાં સૌથી વધારે વિનાશ વેરી રહ્યો છે

(11:19 am IST)