Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

યુપી સરકારની કોરોના ભરતી : એમબીબીએસના વિદ્યાર્થીને ૩૦૦ અને સફાઇ કર્મચારીને ૩૫૯ રૂપિયા આપશે

કોરોના સાથે લડવાના નામ પર મેડિકલના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ સાથે મજાક

લખનૌ તા. ૧૦ : કોરોના સામે લડવાના નામ પર મેડિકલ અભ્યાસક્રમનાઅંતિમ વર્ષના વિદ્યાર્થીઓ યુપી સરકાર મજાક કરી રહી છે. સરકારની જાહેરાત જણાવે છે કે વિદ્યાર્થીઓને તેમના જીવ જોખમમાં નાખીને કામ કરવું પડશે અને તેના માટે ફકત ૩૦૦ રૂપિયા. એટલે કે મહિનાના ફકત નવ હજાર રૂપિયા. સરકારનું આ પગલુહાસ્યાપદછે.

મહત્વની વાત એ છે કે એમબીબીએસના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે જે મહેનતાણું નક્કી કરવામાં આવ્યું છે. જે વોર્ડ બોયનેમળતા પગારથીપણ ઓછું છે. યુપીમાં વોર્ડ બોયનેમહેનતાના તરીકે ૩૫૯ રોજના ચુકવણી કરવામાં આવે છે. એટલે કે જે વિદ્યાર્થી તેમના જીવને જોખમમાં નાખીને કોરોના દર્દીને સ્વસ્થ કરશે. સરકાર તેના માટે કોઈ સારૃં એવું પેકેજ સુધી નક્કી કરી શકી નહીં. સોશ્યલમીડિયા પર તેને સરકારની લાલફીતાશાહીગણાવામાં આવી રહી છે.

યુપી સરકારની આ જાહેરાત ૮ મે ૨૦૨૧ના રોજ કરવામાં આવી હતી. તેને કાર્યાલય મહાનિરીક્ષક ચિકિત્સા શિક્ષણ તેમજ તાલીમ,યુપી દ્વારા કરવામાં આવી છે. તેમાં કોરોના મહામારીના સંઘર્ષમાં સ્વાસ્થ્ય કર્મીઓના સેવા અવસર કહેવામાં આવ્યો છે. જાહેરાત પર નજર કરવામાં આવે તો ૧ નંબર પર ફીજીશ્યન, ચેસ્ટ ફીજીશ્યનનોઉલ્લેખ છે. તેના માટે ૫ હજાર રૂપિયા દરરોજના નક્કી કરવામાં આવી છે. ચિકિત્સક માટે ૨ હજાર રૂપિયા રોજના આપવાની વાત કરવામાં આવી છે.

ચોથા નંબર પર એમબીબીએસ અંતિમ વર્ષના છાત્રોનો ઉલ્લેખ છે. તેના માટે મહેનતાણું ૩૦૦ રૂપિયા રાખવામાં આવ્યું છે. વિજ્ઞાપનમાં સ્ટાફ નર્સને રોજના ૭૫૦ રૂપિયા, એચએસીનર્સિંગ વિદ્યાર્થીઓ માટે ૪૦૦ રૂપિયા રોજનું મહેનતાણું નક્કી કરવામાં આવ્યું છે. ૯ નંબર પર વોર્ડ બોય અને સફાઈ કર્મચારીઓ ઉલ્લેખ છે. તેના માટે મહેનતાણું ૩૫૯ રૂપિયા રોજનું નક્કી કરવામાં આવ્યું છે.

(11:46 am IST)