Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

કેન્દ્ર સરકારની કામગીરીમાં દખલ ન કરો : રસીકરણ મામલે સુપ્રીમ કોર્ટ સમક્ષ કેન્દ્ર સરકારનું સોગંદનામું : આજરોજ સુનાવણી

ન્યુદિલ્હી : કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ  રસીકરણ મામલે બચાવ કરતા જણાવ્યું છે કે તે કેન્દ્ર સરકારની કામગીરીમાં દાખલ ન કરે.

સતત રસીકરણની નીતિથી ઘેરાયેલી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો બચાવ કર્યો છે. કેન્દ્ર સરકારે રવિવારે રાત્રે સુપ્રીમ કોર્ટમાં ફાઇલ કરેલા સોગંદનામામાં કહ્યું હતું કે આ કેસમાં ન્યાયિક દખલની જરૂર નથી. સુપ્રીમ કોર્ટ આજે આ મામલે સુનાવણી કરશે.

કેન્દ્રએ પોતાના સોગંદનામામાં સ્પષ્ટ  કર્યું છે કે રસીકરણ માટેની મંજૂરી ફક્ત 18 થી 44 વર્ષની વયના લોકોને આપવામાં આવી છે કારણ કે ઘણા રાજ્યો તેની માંગણી કરી રહ્યા છે અને કેન્દ્ર સરકારે વેક્સિન ઉત્પાદકો પાસેથી નક્કી કરેલી કિંમતે રાજ્યોમાં રસી સપ્લાય કરી છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર રસીના એક જ ડોઝ માટે 150 રૂપિયા ચૂકવે છે, ત્યારે રસી ઉત્પાદકો રાજ્યો પાસેથી તે  ડોઝ માટે 300 અને 400 રૂપિયા લે છે. જો કે, કેન્દ્ર સરકારે કહ્યું છે કે તે રસી માટે ઓછું ચુકવણી કરી રહી  છે કારણ કે તેણે રસીનો મોટો ઓર્ડર  આપ્યો છે.

કેન્દ્રએ એમ પણ કહ્યું હતું કે કિંમતોમાં આ તફાવતની અસર લોકોને થશે નહીં કારણ કે તમામ રાજ્યોએ જાહેરાત કરી છે કે તેઓ વિનામૂલ્યે રસી આપશે.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(11:57 am IST)