Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

બીજી લહેરમાં ૨૪૨% થી વધુને ઓકિસજન તેમજ ૨૬૨% દર્દીઓને વેન્ટીલેટરની જરૂરત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબુ બની ગઈ છે. વધુ સંક્રમિત રાજ્યોમાં લોકડાઉન લગાવામાં આવ્યું છે. સંક્રમણ ઓછુ થવાનું નામ નથી લઇ રહ્યું, ગંભીરથી રહેલ દર્દી અને મોતના આંકડાઓ સતત વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વસ્થ્ય મંત્રાલયના આંકડો મુજબ લગભગ ૫૦ % હજાર આઈસીયુ, ૧૪ હજાર ૫૦૦ વેન્ટીલેટર અને એક લાખ ૩૭ હજાર કોરોના દર્દી ઓકિસજન ઉપર છે વેન્ટીલેટર વાળા દર્દીઓ અને ઓકસીજન પર અર્ખેલ દર્દીઓની સંખ્યા પહેલી લહેરમાં ૨૪૨ % વધી ગઈ છે.

ત્રણથી ચાર દિવસમાં ફેફસા સંક્રમિત

 પહેલી લહેરમાં સંક્રમણ સપ્ટેમ્બરમાં વધવામાં હતો ત્યારે એક દિવસમાં સૌથી વધુ ૯૭ હજાર નવા કેસ નોંધાયા હતા, બીજી લહેરમાં ૩૧૫.૫ % વધીને સતત ૪ લાખથી વધુ નવા સંક્રમિત સામે આવ્યા, વિશેષજ્ઞો મુજબ લક્ષણ આવ્યાના ૩-૪ દિવસ પછી સીધા ફેફસા પર અસર કરે છે. પહેલી લહેરમાં આ તકલીફ ના હતી.

 ૪.૧૨ % ને ઓકિસજનની જરૂર છે

 સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ ૩૭.૨૩ લાખ એકટીવ કેસના ૧.૩૪ % એટલે કે લગભગ ૫૦ હજાર આઈસીયુમાં છે, અહી પણ ૨.૨૩ % દર્દીઓ આઈસીયુ, ૦.૭૮ % ને વેન્ટીલેટર તેમજ ૪.૧૨ % ને ઓકસીજનની જરૂરત છે.

 ૨૦ શહેરમાં સૌથી વધુ એકટીવ કેસ

જયપુર, ગુરુગ્રામ, દિલ્લી, પુણે, નાગપુર, થાણે, નાસિક, મુંબઈ, લખનઉ, એનાકુર્લમ, કોઝીકોડ, મલપ્પુરમ, ત્રીસુલ, ચેન્નઈ, તિરુવંતપુરમ, ચન્દ્રપુર, કલકતામાં એકટીવ કેસની સંખ્યા એક અઠવાડિયામાં તેજીથી ફેલાઈ છે.

 છતીસગઢ એ ૮ રાજ્યોને આપી સંજીવની

છતીસગઢએ સૌથી વધુ ૫૯૨૧ મેટ્રિક ટન ઓકસીજન તેલંગણા ને આપ્યો, મધ્ય-દેશને ૨૬૪૦, મહારાષ્ટ્રને ૩૮૯, ઓડીશાને ૧૯૦. ગુજરાતને ૧૫૪ અને કર્ણાટકને ૮૯ મેટ્રિક ટન લીકવીડ મેડીકલ ઓકિસજન આપતો હતો. 

(3:13 pm IST)