Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

નિરાધાર વૃધ્ધોને પણ મળશે મધ્યાહન ભોજન

ઓગસ્ટથી આ યોજના લાગુ થવાની તૈયારી

નવી દિલ્હી, તા. સરકાર હવે શાળાના બાળકોની જેમ નિરાધાર વૃધ્ધો માટે પણ મધ્યાન્હ ભોજનની તૈયારી કરી રહી છે. ઓગસ્ટથી દેશના કેટલાક શહેરોના નગર નિગમો અને ગ્રામ પંચાયતોથી વડીલો માટેઆ મધ્યાન્હ ભોજન યોજનાની શરૂઆત કરવાની તૈયારી છે. ત્રણ થી ચાર વર્ષમાં આજે આખો દેશમાં લાગુ કરવાની યોજના છે. સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે વૃધ્ધોનોે બપોરનનું ભોજન ઉપલબ્ધ કરાવવાની આ યોજનાનો રોડમેપ તૈયારી કરી લીધો છોે. આ મધ્યાન્હ ભોજન યોજના માટે બજેટમાં પ્રારંભિક રીતે લગભગ ૪૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ પોષણ અભિયાન માટેની રચના બેંકો અને નાણાંકીય એકમોની અનફલેમ્ડ મનીમાંથી કરાઇ છે.

મંત્રાલયના અધિકારીઓ અનુસાર, આ ભોજનમાં એ બધી સામગ્રી સામેલ હશે જે પૌષ્ટિક અને આરોગ્ય માટે ફાદાકારક હશે. આ યોજનાનો લાભ એવા વૃધ્ધનોે મળશે જે નિરાધાર અને અસહાય હશે. ભોજન ઉપલબ્ધ કરાવવાની જવાબદારી નગર નિગમો અને ગ્રામ પંચાયતોને સોંપવામાં આવી છે. ભોજન તૈયાર કેવી રીતે તૈયાર કરવું તે નગરનિગમો અને ગ્રામ્ય પંચાયતો પર નિર્ભર રહેશે. અત્યારે દેશમાં ૧ર કરોડ વૃધ્ધો છે અને ર૦પ૦ સુધીમાં તેમની સંખ્યા ૩૧ કરોડ થવાનો અંદાજ છે. ઉલ્લેખનિય છે કે કેન્દ્ર સરકાર વૃધ્ધોને સામાજીક સુરક્ષા આપવા માટે ઘણા મહત્વના પગલા લઇ રહી છે. તે શ્રંખલામાં આ પહેલ બહુ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.

(3:15 pm IST)