Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

આયાત - નિકાસના વેપારીઓને મોટી રાહત

૩૦ જૂન સુધી બોન્ડ વગર કરી શકશે વિદેશ સાથે વેપાર : સીબીઆઇસીએ લીધો નિર્ણય

નવી દિલ્હી તા. ૧૦ : કેન્દ્રીય ઉત્પાદ અને સીમા શુલ્ક બોર્ડ (સીબીઆઇસી)એ આયાત - નિકાસ કરનારા ધંધાર્થીઓને મોટી રાહત આપી છે. શનિવાર ૮ મે એ સીબીઆઇસીએ કસ્ટમ ઓથોરીટીઝ પાસે બોન્ડસ વગર ધંધાર્થીઓને વિદેશોને સામાન મોકલવાની અને ત્યાંથી મંગાવવાની મંજુરી આપી છે. જો કે વેપારીઓને આ સુવિધા જૂનના અંત સુધી જ મળશે. આ પગલુ કોરોનાના લીધે એકઝીમ ટ્રેડમાં કોઇ મોડું અથવા અડચણ ના થાય તેના માટે લેવાયું છે. સીબીઆઇસી દ્વારા જાહેર થયેલ સકર્યુલર અનુસાર ૩૦ જૂન સુધી આયાત અને નિકાસકારોએ બોન્ડના બદલે કસ્ટમ ઓથોરીટીસ પાસે ફકત એક અંડરટેકીંગ  આપવાનું રહેશે. સીબીઆઇસી દ્વારા અપાયેલ આ રાહતથી આંતરરાષ્ટ્રીય બીઝનેસને પ્રોત્સાહન મળશે અને બીઝનેસ એકટીવીટી આ મહામારી દરમિયાન પણ ચાલુ રહેશે.

આ ઇનડાયરેકટ ટેક્ષ બોડીએ કહ્યું કે કસ્ટમ કલીયરસના કેટલાક કેસોમાં બોડના બદલે અંડર ટેકીંગ સ્વીકાર કરવા માટે ધંધાર્થીઓએ વિનંતી કરી હતી તેને ધ્યાનમાં લઇને બોન્ડ સબમીટ કરવાની જરૂરીયાતના નિયમોમાં ઢીલ આપવામાં આવી છે.

સીબીઆઇસીના સર્કયુલર અનુસાર ૩૦ જૂન સુધી વેપારીઓને કસ્ટમ ઓથોરીટીઝને બોન્ડના બદલે અંડરટેકીંગ આપીને વિદેશોમાં બીઝનેસની પરવાનગી અપાઇ છે. જો કે ધંધાર્થીઓએ ૧૫ જુલાઇ સુધીમાં આ અંડરટેકીંગ પુરૃં કરવું પડશે એટલે કે તેના બદલે બોન્ડ આપવું પડશે.

(3:16 pm IST)