Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

દિલ્હીના કોવિડ કેર સેન્ટર માટે અમિતાભ બચ્ચને આપ્યું રૂપિયા ૨ કરોડનું દાન

અનુષ્કા-વિરાટ, અક્ષય-ટ્વિન્કલ, સલમાન ખાન, અજય દેવગણ, પ્રિયંકા ચોપરા બાદ બિગ બી આવ્યા દેશની મદદેઃ ગત વર્ષે પણ બિગ બીની કંપની પરપ્રાંતીય શ્રમિકોને પોતાના વતન મોકલવા વાહનની વ્યવસ્થા કરી હતી

નવી દિલ્હી, તા.૧૦: દેશ કોરોના મહામારીના સંકટ સામે ઝઝૂમી રહ્યો છે અને ચારેબાજુ ગ્લાનિયુકત માહોલ છે. ઉદ્યોગપતિ, ક્રિકેટર્સ કે કલાકારો...તમામ મોટી હસ્તીઓ હાલ દેશને મદદ માટે આગળ આવી છે. હવે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ સહાય કરી છે. અમિતાભ બચ્ચને દિલ્હીના કોવિડ કેર સેન્ટરમાં ૨ કરોડ રૂપિયા દાન કર્યા છે.

દિલ્હીના ગુરુદ્વારાએ કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે જેમાં બિગ બીએ ૨ કરોડ રૂપિયાનું દાન કર્યું છે. સાથે જ અમિતાભ બચ્ચને સુનિશ્યિત કર્યું છે કે, ઓકિસજન કન્સન્ટ્રેટર્સ વિદેશથી ભારત સમયસર આવી જાય અને ગુરુદ્વારાના કોવિડ કેર સેન્ટરમાં પહોંચી જાય. અકાલી દળના પ્રવકતાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ખુલાસો કર્યો છે કે, આ મુશ્કેલ સમયમાં કેવી રીતે બિગ બીએ મદદ કરી છે.

(4:16 pm IST)