Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

આસામમાં ૧૦ દિવસમાં ચોથીવાર ભૂકંપના આંચકા

કોરોનાના વચ્ચે આસામમાં ભૂકંપનો ભય

નવી દિલ્હી, તા. ૧૦ : છેલ્લા ૧૦ દિવસમાં ચોથી વખત આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. વખતે નગાંવ ખાતે ધરતીમાં કંપન થયું હતું અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા . મેગ્નિટ્યુડ નોંધાઈ હતી. ભૂકંપની જાણ થતા લોકોમાં ભય વ્યાપી ગયો હતો અને તેઓ પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.

આસામમાં છેલ્લા એક સપ્તાહથી સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા તો માત્ર ૨૪ કલાકમાં ધરતી ૧૦થી વધારે વખત ધ્રુજી હતી. નગાંવ ખાતે અનુભવાયેલા ભૂકંપની તીવ્રતા વધારે હોવાથી જાન-માલનું કોઈ ખાસ નુકસાન નથી નોંધાયું.

અગાઉ મેના રોજ આસામમાં .૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેના પહેલા અને મેના રોજ પણ આસામમાં ભૂકંપ આવ્યો હતો.

(7:44 pm IST)