Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

અમેરિકાથી 50 કરોડ ડોલરની ભારતને મદદ : હજારો ઓક્સિજન કન્સન્ટ્રેટર, લાઈફ સેવિંગ ડ્રગ્સ તથા હેલ્થ કેર ઉપકરણો પહોંચ્યા

બાઈડેનના પ્રશાસને 100 મિલિયન અમેરિકન ડોલરની સહાયતાનો વાયદો કર્યો

નવી દિલ્હી :ભારતમાં કોરોનાના ભયંકર પ્રસાર વચ્ચે અમેરિકન મદદ આવી પહોંચી છે. અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડેનની વડાપ્રધાન મોદી સાથે વાત કરીને મદદ આપવાના બે સપ્તાહની અંદર અમેરિકાથી ભારતને મળનાર આર્થિક મદદનો આંકડો 50 કરોડ અમેરિકન ડોલરને પાર કરી ગયું છે.

અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડેનના પ્રશાસને 100 મિલિયન અમેરિકન ડોલરની સહાયતાનો વાયદો કર્યો છે. લગભગ દરેક દિવસ અમેરિકાથી હજારો ઓક્સિજન કન્સન્ટ્રેટર, લાઈફ સેવિંગ ડ્રગ્સ તથા હેલ્થ કેર ઉપકરણો કાર્ગો ફ્લાઈટથી ભારત આવી રહ્યાં છે.

અમેરિકન ફાર્મા કંપની ફિઝરે ભારતને 70 મિલિયન અમેરિકન ડોલરની સહાયતાનો વાયદો કર્યો છે. તે સાથે જ તેને 4.5 લાખ રેમડેસિવિર ડોઝ પણ ભારત મોકલવાની જાહેરાત કરી છે, જેની સરકારી ખરીદી કિંમત અમેરિકામાં 390 USD (28,631.56 Indian Rupee) પ્રતિ ડોઝ છે.

ટેક જાયન્ટ ગૂગલે 18 મિલિયન અમેરિકન ડોલરની સહાયતા ભારતને મોકલવાની જાહેરાત કરી છે. સાથે જ બોઈંગ તથા માસ્ટર કાર્ડ જેવી અનેક કંપનીઓએ પણ 10-10 મિલિયન અમેરિકન ડોલરની આર્થિક સહાયતાની મદદ કરી છે.

ટોપ અમેરિકન કંપનીઓને CEOsના સમૂહના ગ્લોબલ ટાસ્ક ફોર્સને પહેલા જ 30 મિલિયન અમેરિકન ડોલરના લાઈફ સેવિંગ ઉપકરણ મોકલવાનો વાયદો કર્યો છે.

પ્રોક્ટર એન્ડ ગેમ્બલે 6.7 મિલીયન USD, મર્કે પાંચ મિલિયન USD, વોલમાર્ટે 2 મિલિયન USD, સેલ્સફોર્સે 2.4 મિલિયન USD, કેટરપિલરે 3.4 મિલિયન USD તથા ડિલોયટે 12000 ઓક્સિજન કન્સન્ટ્રેટર ભારતને મોકલવાની જાહેરાત કરી છે.

માઈક્રોસોફ્ટ અમેરિકન સરકાર સાથે મળીને સહાયતા અને ઓક્સિજન ઉપલબ્ધ કરાવી રહી છે, જ્યારે FedEx અને UPS જેવી કુરિયર કંપનીઓ લાઈફ સેવિંગ ઉપકરણો જેવા ઓક્સિજન સિલેન્ડર, વેન્ટિલેટર અને ઓક્સિજન કન્સન્ટ્રેટરને ભારત ટ્રાન્સફોર્ટ કરવામાં મદદ કરી રહી છે.

(11:14 pm IST)