Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

કોરોમંડલને લીલી ઝંડી મળી ગઈ હતી : ઓવર સ્પીડનો કોઈ કેસ નથી – રેલવે બોર્ડ

બંને ટ્રેનોને લીલી ઝંડી આપવામાં આવી હતી. બંને માલગાડીઓ લૂપ લાઈનમાં ઊભી હતી. ઊભેલી માલગાડીમાં લોખંડ ભરેલું હતું

>નવી દિલ્હી : ટ્રેન દુર્ઘટના બાદ વિપક્ષી નેતાઓ રેલમંત્રીનું રાજીનામો માંગી રહ્યાં છે આ દરમિયાન બાલાસોર અકસ્માત અંગે રેલવે બોર્ડ વતી જયા વર્મા સિન્હાએ કહ્યું કે બંને ટ્રેનોને લીલી ઝંડી આપવામાં આવી હતી. બંને માલગાડીઓ લૂપ લાઈનમાં ઊભી હતી. ઊભેલી માલગાડીમાં લોખંડ ભરેલું હતું. ઓવર સ્પીડનો કોઈ કેસ નહોતો. તેમણે કહ્યું કે કોરોમંડલ એક્સપ્રેસ લૂપ લાઇન પર ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ હતી.
(12:00 am IST)