Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

મચ્છુ-3 ડેમનો એક દરવાજો ખોલાયો: નીચાણવાળા ગામડાને સતર્ક કરાયા :1832 ક્યુસેક આઉટફલો

મચ્છુ-3 ડેમનું રૂલ લેવલ જાળવવા માટે એક દરવાજો ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે

મોરબીના મચ્છુ-3 ડેમનો એક દરવાજો બે ફૂટ ખોલવામાં આવ્યો. ડેમમાંથી હાલ 1832 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. વહીવટી તંત્રએ ડેમના નીચાણવાળા વિસ્તારના ગામને સતર્ક રહેવા સૂચના આપી છે. મચ્છુ-3 ડેમનું રૂલ લેવલ જાળવવા માટે એક દરવાજો ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. 1832 ક્યુસેક આઉટફલો હોવાની માહિતી સામે આવી છે.

મોરબીના નવા સાદુળકા ગામ પાસે આવેલા મચ્છુ 3 સિંચાઈ યોજનામાં રૂલ લેવલ મેન્ટેન કરવા માટે મચ્છુ 3 ડેમનો દરવાજો બપોરે 2 ફૂટ ખોલવામાં આવ્યો છે. જેથી સિંચાઈ યોજનાના હેઠવાસમાં આવેલા ગામોને તકેદારીના પગલા લેવા તેમજ નદીના પટમાં નહીં જવા સુચના આપવામાં આવી છે. ડેમનો 1 દરવાજો ખોલવામાં આવતા મોરબી અને માળિયા તાલુકાના 20 ગામોને એલર્ટ આપવામાં આવ્યું હતું.

(11:48 pm IST)