Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

હવે અંબાણી પરિવારે આકાશ અને શ્લોકાની દીકરીના નામની મેસેજ સાથે જાહેરાત કરી

આકાશ અંબાણી અને પુત્રવધૂ શ્લોકા મહેતાને થોડા દિવસો પહેલા જ પુત્રીનો જન્મ થયો

મુંબઈ : દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધૂ શ્લોકા મહેતાને થોડા દિવસો પહેલા જ પુત્રીનો જન્મ થયો હતો. હવે અંબાણી પરિવારે એક સ્વીટ મેસેજ સાથે દીકરીના નામની જાહેરાત કરી છે. આકાશ અને તેની પત્ની શ્લોકાએ તેમની પુત્રીનું નામ વેદા આકાશ અંબાણી રાખ્યું છે. વેદાનો અર્થ છે 'ખૂબ સુંદર'. અંબાણી પરિવારે એક કાર્ડ શેર કરીને આ નામની જાહેરાત કરી છે. આ કાર્ડ અંબાણી અપડેટ્સ નામના ફેન પેજ પર શેર કરવામાં આવ્યું છે.

 કાર્ડમાં લખ્યું છે- "ભગવાન કૃષ્ણ અને ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીના આશીર્વાદથી, પૃથ્વી તેની નાની બહેન વેદા આકાશ અંબાણીના જન્મની જાહેરાત કરે છે." આ કાર્ડમાં અંબાણી અને મહેતા પરિવારના સભ્યોના નામ છે.

શ્લોકા મહેતા અંબાણીએ 31 મેના રોજ પુત્રીને જન્મ આપ્યો હતો. આકાશ અંબાણી અને શ્લોકા અંબાણીનું આ બીજું સંતાન છે. તેમને 2 વર્ષનો પુત્ર પણ છે, જેનું નામ પૃથ્વી અંબાણી છે. એપ્રિલ મહિનામાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન શ્લોકા અંબાણીની બીજી પ્રેગ્નન્સી વિશે બધાને ખબર પડી હતી

(12:37 am IST)