Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

બેગૂસરાયઃ મળી રહ્યો છે શેરડીનો આઈસ્‍ક્રીમ, પીસની કિંમત ૧૦ રૂપિયા

યુવાનો પણ સમજી ગયા છે કે આજના સમયમાં કોઈ કામ નાનું કે મોટું નથી હોતું: બસ કંઈક કરવાનું જુનૂન હોવું જોઈએ

બેગૂસરાય,તા. ૧૦ : દેશમાં જયારથી આત્‍મનિર્ભર ભારતનું અભિયાન શરુ થયું છે, ત્‍યારથી આ મુહિમ રંગ લાવી રહ્યો છે. યુવા હવે જોબ કરવાની જગ્‍યાએ જોબ ક્રિએટર બનતા જઈ રહ્યા છે. યુવાનો સારા એવા પેકેજની નોકરી છોડીને પોતાનું સ્‍ટાર્ટઅપ શરુ કરવા લાગ્‍યા છે અને તેનાથી નફો કમાઈ રહ્યા છે. બેગસૂરાયમાં પણ તેની અસર જોવા મળી રહી છે. અહીંના યુવાનોએ પણ સમજી ગયા છે કે આજના સમયમાં કોઈ કામ નાનું કે મોટું નથી હોતું. બસ કંઈક કરવાનું જુનૂન હોવું જોઈએ.

તેને ચરિતાર્થ કર્યું છે બેગૂસરાય જિલ્લાના રતનપુર ગામના રહેવાસી યુવાન ગૌરવ કુમારે ૨૦૧૨માં જયપુર ઈંસ્‍ટિટ્‍યૂટ ઓફ મેનેજમેન્‍ટમાં એમબીએનો અભ્‍યાસ શરુ કર્યો. ૨૦૧૪માં અભ્‍યાસ પુરો કર્યા બાદ ઈન્‍ટરનેશનલ કંપનીમાં ૮ વર્ષ સુધી જોબ કરી. વર્ષ ૨૦૨૨માં શાનદાર પેકેજની નોકરી છોડીને પાછો બેગૂસરાય આવી ગયો અને અમુક સ્‍થાનિક યુવાનોને સાથે લઈને ઓકે ફ્રેસ નામથી શેરડીનો આઈસ્‍ક્રિમ બનાવવાની દુકાન ખોલી છે. આજે અહીં બ્રાન્‍ડ નેમ ઓકે ફ્રેસ શહેરમાં ખૂબ જ લોકપ્રિય છે અને તેનાથી કમાણી પણ થઈ રહી છે.

બેગૂસરાય જિલ્લાના રતનપુરના રહેવાસી ગૌરવ કુમારે જણાવ્‍યું કે, દિલ્‍હી, કોલકાતા જેવા મોટા શહેરોમાં ૧૮ લાખના વાર્ષિક પેકેજ પર કામ કરી રહ્યા હતાં. ૮ વર્ષો સુધી સતત કામ કર્યા બાદ ખુદનો વ્‍યવસાય શરુ કરવાનું મન બનાવી લીધું. પછી તો શું, જોબ છોડી દીધી અને પાછા ગામમાં આવી ગયા.

હવે અમુક સ્‍થાનિક દોસ્‍તો સાથે મળીને શેરડીનો આઈસ્‍ક્રીમ બનાવી રહ્યા છે. આ પ્રક્રિયામાં ખેડૂતો પાસેથી ડાયરેક્‍ટ શેરડી ખરીદીને તેને સારી કિંમત પણ આપી રહ્યા છે. ગૌરવના સહયોગીએ જણાવ્‍યું કે, શેરડીના રસથી આઈસ્‍ક્રીમ બનાવવામાં ૪ કલાકનો સમય લાગે છે.

પહેલા શેરડીનો રસ મશીનમાંથી કાઢીને આઈસ્‍ક્રીમ ફેમમાં ૪૦ જડીબુટીવાળો મસાલા સાથએ લીંબુ અને પુદીનાનો રસ નાખીને રાખી મુકવામાં આવે છે. ત્‍યારે જતાં તે બનીને તૈયાર થાય છે. ત્‍યાર બાદ લોકોને સર્વ કરી રહ્યા છે. નેચરલ હોવાની સાથે લોકો તેને પસંદ કરી રહ્યા છે અને સારો રિસ્‍પોન્‍સ પણ મળી રહ્યો છે.

ગૌરવ કુમારે પોતાના ૮ સહયોગી સાથે મળીને ૪ આઉટલેટ ચલાવી રહ્યા છે. ટૂંક સમયમાં પાંચમું આઉટલેટ પણ ખોલવામાં આવ્‍યું છે. તો વળી એક આઈસ્‍ક્રીમ પીસની કિંમત ૧૦ રૂપિયા છે. તેમણે જણાવ્‍યું છે કે, મહારાષ્ટ્ર બાદ ફક્‍ત બેગૂસરાયમાં જ શેરડીનો આઈસ્‍ક્રીમ મળી રહ્યો છે.

તો વળી શેરડીના આઈસ્‍ક્રીમનો સ્‍વાદ લઈ રહેલા સુમિત કુમારે જણાવ્‍યું કે, આનાથી વધારે સારુ ગરમીમાં અન્‍ય કંઈ નથી. દરેક આઉટલેટથી દરરોજ લગભગ ૧૫૦ પીસ આઈસ્‍ક્રીમનું વેચાણ થાય છે. તો વળી એક સ્‍ટોલ પર દરરોજ લગભગ ૧૫૦૦ આઈસ્‍ક્રીમનું વેચાણ થઈ રહ્યું છે. તેનાથી ૨૦ ટકાનો શુદ્ધ નફો થાય છે. આ કમાણી ૮ સાથીઓને મહેનતાણું આપ્‍યા બાદ બચે છે.

(9:40 am IST)