Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

ડાયાબિટીસ, બીપી સહિતની ૨૩ દવા સસ્‍તી થઈ

ડાયાબિટીસ માટેની દવા ગ્‍લીક્‍લાઝાઈડ ઈઆર અને મેટફોર્મિન હાઈડ્રોક્‍લોરાઈડની એક ગોળીની કિંમત રૂા. ૧૦.૦૩ : દરદ ઓછું કરનારી દવા ટ્રિપ્‍સીન, બ્રોમેલેઈન, રૂટોસાઈડ ટ્રાઈહાઈડ્રેટ અને ડિક્‍લોફેનાક સોડિયમ ટેબલેટની એક ગોળીની છૂટક કિંમત રૂ. ૨૦.૫૧ પૈ. નક્કી કરવામાં આવી છે

નવી દિલ્‍હી,તા. ૧૦ : રાષ્ટ્રીય દવા કિંમતના નિયમનકાર એનપીપીએએ જણાવ્‍યું હતું કે, ડાયાબિટીસ અને હાઈ બ્‍લડ પ્રેશરની સારવાર માટેની દવાઓ સહિત ૨૩ દવાઓની છૂટક કિંમત નિヘતિ કરવામાં આવી છે અને તેથી આ દવા સસ્‍તી થશે.

ધ નેશનલ ફાર્માસ્‍યુટીકલ પ્રાઈસિંગ ઓથોરિટી (એનપીપીએ)ની ૧૧૩મી બેઠક તાજેતરમાં યોજાઈ હતી. તેમાં લેવાયેલા નિર્ણય મુજબ આ દવાઓની કિંમત નિヘતિ કરવામાં આવી હતી.

આ અંગે બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, એનપીપીએ ડાયાબિટીસ માટેની દવા ગ્‍લીક્‍લાઝાઈડ ઈઆર અને મેટફોર્મિન હાઈડ્રોક્‍લોરાઈડની એક ગોળીની કિંમત રૂા. ૧૦.૦૩ નક્કી કરી છે.

એજ રીતે ટેલ્‍મીસાર્ટન, ક્‍લોરથાલીડોન અને સિલ્‍નીડિપાઈન ટેબલેટની કિંમત એક ગોળીની રૂ. ૧૩.૧૭ નિヘતિ કરવામાં આવી છે. દરદ ઓછું કરનારી દવા ટ્રિપ્‍સીન, બ્રોમેલેઈન, રૂટોસાઈડ ટ્રાઈહાઈડ્રેટ અને ડિક્‍લોફેનાક સોડિયમ ટેબલેટની એક ગોળીની છૂટક કિંમત રૂ. ૨૦.૫૧ પૈ. નક્કી કરવામાં આવી છે.

એનપીએએ એમ પણ જણાવ્‍યું હતું કે ફોર્મ્‍યુલેશન અંડર ડ્રગ્‍સ (પ્રાઈસીસ ક્‍ધટ્રોલ) ઓર્ડર ૨૦૧૩ (એનએલઈએમ-૨૦૨૨) મુજબ ૧૫ દવાઓની ટોચની કિંમતમાં પણ ફેરફાર કરવામાં આવ્‍યો છે.

(1:10 pm IST)