Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

ગુલમર્ગ : ઘાટીની કેબલ કારમાં ફસાયેલા ૨૫૦ પર્યટકોને બચાવાયા

આખી રાત ચાલ્‍યું રેસ્‍ક્‍યુ ઓપરેશનᅠ

શ્રીનગર તા. ૧૦ : જમ્‍મુ કાશ્‍મીરના ગુલમર્ગમાં મોટી દુર્ઘટના ટળી છે. ત્‍યાં ગોંડાલાᅠકેબલ કર્મ ટેક્‍નિકલી ખરાબીના કારણે અંદાજે ૨૫૦ પર્યટકᅠફસાય ગયા છે. પોલીસ અને સુરક્ષાબળોનીᅠલાંબી મહેનત બાદ દરેક પર્યટકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્‍યા છે.

પોલીસનાᅠજણાવ્‍યા મુજબ, સહેલાણીઓનું એક ટોળું અફરવટ થી ગુલમર્ગ ફરી રહ્યા હતા. કેબલ કારમાં ટેક્‍નિકલી ખરાબીના કારણે પર્યટકᅠઉંચી પહાડી પર ફસાય ગયા છે. આખી રાત ચાલેલા રેસ્‍ક્‍યુ ઓપરેશન બાદ દરેક સહેલાણીઓને ગુલમર્ગ બેસᅠકેમ્‍પ પર પહોંચાડવામાં આવ્‍યા છે. પોલીસે જણાવ્‍યું કે અંદાજે ૨૫૦ પર્યટકᅠઅફરવટ પહોંચ્‍યા હતા. તે ઉંચાઈᅠવાળો જંગલી વિસ્‍તાર છે જયાં ખુબજᅠઠંડી હોય છે. ત્‍યાંથી કેબલ કારથી જ આગળ જવામાંᅠઆવે છે.

એશિયાની સૌથી ઉંચી ગુલમર્ગ-ગોંડોલા કેબલ કારથીᅠ૨ ચરણોમાં ગુલમર્ગ રિસોર્ટમાં કોંગડોરીᅠઘટી સુધી પહોંચવામાં નવ મિનિટ લાગે છે. આ દુરી અઢી કિમિ છે. કેબલ કારનાᅠબીજા ચરણમાં કોંગસ્‍ટેશનથીᅠઅંદાજે પોણા ચાર કિમીᅠ દૂર અફરવટ શિખર સુધી પહોંચવામાં ૧૨ મિનિટ લાગે છે.(

(1:10 pm IST)