Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

લગ્નમાં ઢોલ વગાડતા યુવકે ૪૦ મહિલાઓ સાથે બનાવ્‍યા સંબંધ

રાજસ્‍થાનના બાડમેર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના : વીડિયોના આધારે કરતો બ્‍લેકમેલ... ન્‍યૂડ ક્‍લિપ્‍સનો જથ્‍થો ઝડપાતા પોલીસ પણ ચોંકી

બાડમેર તા. ૧૦ : રાજસ્‍થાનના બાડમેર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, પોલીસે એક યુવકની ધરપકડ કરી છે જેણે અત્‍યાર સુધીમાં ૪૦થી વધુ મહિલાઓ અને સગીર યુવતીઓનું યૌન શોષણ કર્યું છે. તે પૈકી એક મહિલા અને તેની પુત્રીએ આ યુવકથી ત્રાસીને આપઘાત કરી લીધો હતો. આરોપી યુવક લગ્નમાં ઢોલ વગાડવાનું કામ કરે છે. તે અશ્‍લીલ વીડિયો અને ફોટોગ્રાફસ લઈને મહિલાઓ અને યુવતીઓને બ્‍લેકમેલ કરતો હતો. જયારે પોલીસે આ આરોપીની ધરપકડ કરી ત્‍યારે ઘણા ચોંકાવનારા ખુલાસા થયા હતા.

રાજસ્‍થાનના બાડમેર જિલ્લાના સમદડી પોલીસ સ્‍ટેશને જણાવ્‍યું કે, આ કેસમાં મુકેશ દામામી નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ યુવક અત્‍યાર સુધીમાં ૪૦થી વધુ મહિલાઓ અને યુવતીઓને પોતાનો શિકાર બનાવી ચૂક્‍યો છે. પોલીસે જણાવ્‍યું કે આરોપી મુકેશ દમામી કાર્યક્રમ દરમિયાન મહિલાઓને પોતાના નંબર આપતો હતો. જેના કારણે ઘણી મહિલાઓ અને યુવતીઓ તેના સંપર્કમાં આવી હતી. જેનો ફાયદો ઉઠાવીને આરોપીઓ મહિલાઓ અને સગીર છોકરીઓને નશીલા પદાર્થ યુક્‍ત ઠંડા પીણા આપીને તેમની સાથે છેતરપિંડી કરતો હતો. આ પછી આરોપીએ તેનું યૌન શોષણ કર્યું અને અશ્‍લીલ વીડિયો અને ફોટોગ્રાફસ લીધા હતા.

પોલીસે જણાવ્‍યું કે, આરોપીની પૂછપરછ કરતાં ખબર પડી કે તે મહિલાઓ અને સગીર છોકરીઓને બ્‍લેકમેલ કરતો હતો. પોલીસે જણાવ્‍યું કે, આરોપી મુકેશ મહિલાઓ અને સગીર છોકરીઓ પાસેથી વીડિયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપીને પૈસા પડાવતો હતો. આરોપીના કબજામાંથી પેનડ્રાઈવ મળી આવી છે. તેમાં ઘણી મહિલાઓ અને યુવતીઓના અશ્‍લીલ વીડિયો અને ફોટા છે.

આરોપી મુકેશની ધરપકડ કર્યા બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જયાંથી તેને જેલમાં મોકલી દેવામાં આવ્‍યો છે. પોલીસે જણાવ્‍યું કે, મુકેશના બ્‍લેકમેઈલથી પરેશાન થઈને યુવતીએ આત્‍મહત્‍યા કરી લીધી હતી. આ ઘટનાથી દુઃખી બાળકીની માતાનું પણ મૃત્‍યુ થયું હતું. આ કેસમાં કાર્યવાહી કરીને પોલીસે આરોપી મુકેશ દામામીની ધરપકડ કરી હતી. આ પછી ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે.

(3:57 pm IST)