Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

દાઢી વધારીને લાદેન બની ગયા છે રાહુલ ગાંધી

બિહાર પ્રદેશ ભાજપના પ્રમુખ ચૌધરીનું વિવાદિત નિવેદન, નીતીશ કુમારને ગજની ફિલ્‍મના અમીરખાન ગણાવ્‍યા

નવી દિલ્‍હીઃ બિહાર ભાજપના પ્રદેશ પ્રમુખ સમ્રાટ ચૌધરીએ ભારે ચર્ચા જગાવી દીધી છે અને એમણે એક વિવાદિત નિવેદન કરીને  કહ્યુ છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દાઢી વધારીને લાદેન જેવા બની ગયા છે.

જાહેર સભાને સંબોધન કરતી વખતે એમણે આતંકી ગુરુ લાદેન સાથે રાહુલ ગાંધીની તુલના કરી હતી અને કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન બનવાના સપના જોઈ રહ્યા છે પરંતુ તેમનો ચહેરો લાદેન જેવો દેખાઈ રહ્યો છે.

 ચૌધરીએ રાહુલ ગાંધીને એક બાળક ગણાવીને કહ્યું હતું કે અમે લોકો રાહુલને ૫૦ વર્ષ નું બાળક જ માનીએ છીએ કારણ કે એમની ઉંમર ૫૦ વર્ષની થઈ છે પરંતુ એમનામાં રાજકીય બુદ્ધિ આવી નથી.

એટલું જ નહીં ચૌધરીએ બિહારના મુખ્‍યમંત્રી નીતિશકુમાર પર પણ જોરદાર કટાક્ષ કરીને કહ્યું હતું કે નીતીશકુમારની હાલત ગજની ફિલ્‍મના અમીરખાનના કેરેક્‍ટર જેવી દેખાઈ રહી છે. નીતીશ કુમારની માનસિક હાલત સારી નથી. એમને વડાપ્રધાન બનવાના સપના આવી રહ્યા છે અને તેમને ભૂલવાની બીમારી પણ થઈ ગઈ છે.

એમણે જાહેર સભામાં લવ જેહાદનો મુદ્દો પણ ઉઠાવ્‍યો હતો અને એમ કહ્યું હતું કે બિહારમાં ભાજપની સરકાર બનશે ત્‍યાર બાદ આવા લોકોની ઓળખ કરીને તેમને જેલ ભેગા કરવામાં આવશે.

(4:24 pm IST)