Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

ઓડિશાના બાલાસોરમાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી

નવી દિલ્‍હીઃ ઓડિશામાં ત્રણ ટ્રેનોના ભયંકર અકસ્‍માત ના એક સપ્તાહ બાદ પણ હજુ રેલવે વ્‍યવહાર સુરક્ષિત થયો નથી અને બાલાસોરમાં રેલ્‍વે સ્‍ટેશન પર ફરીવાર મોટી ટ્રેન દુર્દ્યટના ટળી ગઈ છે અને કોઈ નુકસાની થઈ નથી.બાલાસોર પાસેના એક રેલવે સ્‍ટેશન પર ઉભેલી માલગાડીની બોગીમાં અચાનક ભયંકર આગ ફાટી નીકળી હતી અને ભારે દોડાદોડી થઈ ગઈ હતી જો કે તેમાં કોઈ જાનહાની થઈ નથી કે કોઈ નુકસાની થઈ નથી કારણ કે રેલવે સ્‍ટેશન પર ટ્રેન ઉભી હતી માટે તરત જ આગને કાબુમાં લઈ લેવામાં આવી હતી.

(4:19 pm IST)