Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

વાવાઝોડુ ‘બિપરજોય' પોરબંદરથી ૬૦૦ કિમી દૂર સ્‍થિર : કલાકના ૭ કિમીના ઝડપે આગળ વધી રહ્યું છે

બપોરે ૧ાા વાગ્‍યે : ગુજરાત હવામાનના ડાયરેકટર મનોરમા મોહન્‍તી સાથે ‘અકિલા'ની વાતચીત : પવનની ઝડપ તા. ૧૨ થી ૧૪ દરમિયાન ૩૦થી ૫૦ કિમી રહેશે : વાવાઝોડુ ઉતર - ઉતર પヘમિ દિશા તરફ આગળ વધશે : રાજકોટમાં તા. ૧૩-૧૪ બે દિવસ વરસાદ પડશે

રાજકોટ તા. ૧૦ : અરબી સમુદ્રમાં ભયાનક ‘બિપરજોય' વાવાઝોડુ ઉઠયું છે, ગુજરાત ઉપર જોખમ તોળાઇ રહ્યું છે, સરકાર અને લોકોના શ્વાસ હાલ વાવાઝોડાને કારણે અધ્‍ધર ચડી ગયા છે.

દરમિયાન આજે બપોરે ૧ાા વાગ્‍યે રાજ્‍યના હવામાન ખાતાના ડાયરેકટર શ્રી મનોરમા મોહન્‍તીએ ‘અકિલા' સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્‍યું હતું કે, અત્‍યારે બપોરે ૧ાા વાગ્‍યે વાવાઝોડુ પોરબંદરથી દક્ષિણ - દક્ષિણ - પヘમિે ૬૦૦ કિ.મી. દૂર કેન્‍દ્રીત છે અને તેની મુવમેન્‍ટ - નોર્થ - નોર્થ વેસ્‍ટ ડાયરેકશનમાં ત્રણ દિવસ રહેશે.

મેડમ મનોરમા મોહન્‍તીએ ‘અકિલા'ને જણાવ્‍યું હતું કે, કલાકના તે ૭ કિમી ઝડપી આગળ વધી રહ્યું છે, આ વાવાઝોડાને કારણે સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં દરિયાકાંઠે અને લેન્‍ડ ઉપર ૧૨ થી ૧૪ દરમિયાન ૩૦ થી ૫૦ કિમી ઝડપે પવન ફૂંકાશે.

તેમણે જણાવેલ કે, આ વાવાઝોડાને કારણે તા. ૧૩-૧૪ દરમિયાન રાજકોટમાં વરસાદની શક્‍યતા રહેલી છે.

(4:29 pm IST)