Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

પોરબંદરથી ૩ કટ્ટરવાદી યુવાનો અફઘાનિસ્‍તાન જવાની તૈયારીમાં હતા

ગુજરાત ATS ટીમે બાતમીના આધારે પકડી પાડેલા ત્રણેય યુવાનો શ્રીનગરના રહેવાશી : અબુ હમઝા પાસે આતંકવાદીની તાલીમ લઇને કટ્ટરપંથી બનીને ‘ઇસ્‍લામીક સ્‍ટેટ ઓફ ખોરાસન પ્રોવિન્‍સ' (આઇએસકેપી) માં જોડાયા હતા : હેન્‍ડલર અબુ હમઝા દ્વારા ત્રણેય કટ્ટરપંથી યુવાનોને પોરબંદર પહોંચવાની સૂચના અપાઇ હતી અને પોરબંદરથી બોટમાં મજુર તરીકે નોકરીની શોધ કરતા હતાઃ અફઘાનીસ્‍તાન પહેલા ઇરાન જઇને આ કટ્ટરપંથીઓના નકલી પાસપોર્ટ બનાવી ત્‍યારબાદ અફધાનીસ્‍તાન પહોંચી આંતકવાદી કૃત્‍યને અંજામ આપવાના હતા : ૩ કટ્ટરપંથી યુવાનો સાથે ઝડપાયેલી સુમેરાબાનુ મોહમદના સુરત નિવાસસ્‍થાને એટીએસની તપાસમાં વોઇસ ઓફ ખોરાસન જેવા આઇએસકેપી ના પ્રકાશનો સાહિત્‍ય અને આઇએસકેપી ના નેતા પાસે લીધેલી વફાદારી પ્રતિજ્ઞા સામગ્રી મળી આવેલ : સુમેરાબાનુએ કબુલ કરેલ કે તેને કાશ્‍મીરી વ્‍યકિત ઝુબેશ અહેમદ સાથે નજીકના સંબંધ હતા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૦ : ગુજરાત એટીએસ દ્વારા સ્‍પેશીયલ ઓપરેશન હાથ ધરીને આંતકવાદી સંગઠન ઇસ્‍લામીક સ્‍ટેટ ઓફ ખોરાસાન  પ્રોવિન્‍સ (આઇએસકેપી) સાથે સંકળાયેલા ૩ કટ્ટરવાદી યુવાનો ઉબેદ નાસીર મીર, હનાન હયાત અને મોહમદ હાજીમ રે. ત્રણેય શ્રીનગરવાળાને પકડી લઇને પુછપરછ કરતા આ ત્રણેય યુવાનો પોરબંદર દરિયાકાંઠાના જળમાર્ગેથી ભારત છોડી હિજરત કરવાની યોજના બનાવી રહ્યાનું ખુલ્‍યુ છે. આ ત્રણેય ક્‍ટ્ટરવાદી યુવાનો ભારત છોડીને નાસી જાય એ પહેલા રેલ્‍વે સ્‍ટેશનમાં વોચ રાખીને ગુજરાત એસટીએસ ટીમે ત્રણેય યુવાનોને દબોચી લીધા હતા એસટીએસ ટીમ દ્વારા આ ત્રણેય કટ્ટરપંથી યુવાનોને પોરબંદરની કોર્ટમાં રજુ કરાશે.

ગુજરાત એટીએસ દ્વારા પોરબંદરમાં સ્‍પેશીયલ ઓપરેશનમાં પુછપરછ બાદ ખુલેલી  માહિતી મુજબ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્‍લામિક સ્‍ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્‍સ (૧૫૧૬૨) સાથે સંકળાયેલ ત્રણ કટ્ટરવાદી યુવાનો ગુજરાતના પોરબંદર દરિયાકાંઠાના માર્ગે ભારત છોડી હિજરત કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ત્રણેય વ્‍યક્‍તિઓ ઈરાન થઈને ઈસ્‍લામિક એમીરાત ઓફ અફઘાનિસ્‍તાન જવાના હતા. આ માહિતીના આધારે, ગુજરાત એ.ટી.એસ.ની ટીમએ ૦૯ મી જુન ૨૦૨૩ના રોજ વહેલી સવારે પોરબંદરના રેલ્‍વે સ્‍ટેશન પર ચાંપતી નજર રાખી હતી અને આ ત્રણ યુવાનોને આઇડેન્‍ટીફાઇ કરી વધુ પુછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્‍યા હતા. આ અટકાયત કરાયેલ વ્‍યક્‍તિઓ (૧) ઉબેદ નાસિર મીર, રહે. ૯૦ ફૂટ રોડ, શાહ ફસલ કોલોની,

સૌરા, શ્રીનગર (૨) હનાન હયાત શૉલ, રહે. ૯૦ ફૂટ રોડ, સૌરા, નૌશરા, શ્રીનગર અને (૩) મોહમ્‍મદ હાજીમ શાહ, રહે. ઘર નંબર ૫૨/ ૫૩, નરીબલ, સૌરા, શ્રીનગર છે. આ વ્‍યક્‍તિઓની પુછપરછમાં જાણવા મળ્‍યું છે કે તેઓ તેમના હેન્‍ડલર અબુ હમઝા દ્વારા કટ્ટરપંથી બન્‍યા હતા અને તેઓ ઈસ્‍લામિક સ્‍ટેટ ઓફ ખોરાસન પ્રોવિન્‍સ (૧૫૧૦)માં જોડાયા હતા.

આ ત્રણેય કટ્ટરવાદી યુવાનોની  પુછપરછમાં જાણવા મળ્‍યું હતું કે અન્‍ય બે વ્‍યક્‍તિઓ, ઝુબેર અહેમદ મુનશી રહે. અમીરા કદલ, શ્રીનગર અને સુમેરાબાનુ મોહમ્‍મદ હનીફ મલેક, રહેવાસી ૧૦૩, બેગ-એ- ફિઝા એપાર્ટમેન્‍ટ, સૈયદપુરા સુરત પણ ૧૫૧૦ના આ જ મોડ્‍યુલના સભ્‍યો છે અને અટકાયત કરાયેલા આ ત્રણેય વ્‍યક્‍તિઓ સાથે સંકળાયેલા છે. આ માહિતીના આધારે, ગુજરાત એ.ટી.એસ. અને સુરત કાઈમ બ્રાન્‍ચની ટીમે સુમેરાબાનુ મલેકના ઘરે દરોડો પાડ્‍યો હતો અને સ્‍વતંત્ર સાક્ષીઓની હાજરીમાં સઘન સર્ચ કરવામાં આવી હતી જેમાં &ઘણા રેડીકલ પ્રકાશનો જેમ કે ઙ્કવોઈસ ઓફ ખોરાસર્નં વગેરે મળી આવ્‍યા હતા. સુમેરાબાનુ મલેકની વધુ વિગતવાર પુછપરછમાં, તેણીએ ખુલાસો કર્યો છે કે તે હેન્‍ડલર સાથે સંપર્કમાં હતી અને કાશ્‍મીરી વ્‍યક્‍તિ ઝુબેર અહેમદ મુનશી સાથે પણ નજીકના  સંબંધમાં હતી. તેણીના રહેઠાણમાંથી કથિત રીતે ૧૫૧૦ના નેતા પ્રત્‍યેની તેની વફાદારીની પ્રતિજ્ઞા લખેલી સામગ્રી પણ મળી આવી હતી.

પોરબંદર ખાતે અટકાયતમાં લેવાયેલા આ ત્રણ કાશ્‍મીરી યુવાનોના સામાન અને બેગની ઝીણવટભરી તપાસમાં અનેક અંગત ઓળખના દસ્‍તાવેજો, ડિજિટલ કોમ્‍યુનિકેશન ઉપકરણો જેમ કે મોબાઈલ ફોન, ટેબ્‍લેટ અને છરી જેવા તીક્ષ્ણ હથિયારો પણ મળ્‍યા છે. તેમજ સ્‍વતંત્ર સાક્ષીઓની હાજરીમાં, આ વ્‍યક્‍તિઓના ક્‍લાઉડ સ્‍ટોરેજ એકાઉન્‍ટને એક્‍સેસ કરતા પોલીસને આ વ્‍યક્‍તિઓના ISKP ના બેનરો અને ધ્‍વજ સાથેના અમુક ફોટોગ્રાફસ, અમીરુલમોમીનીન (કમાન્‍ડર ઓફ ધ ફેથફુલ ઓર લીડર) ને બાયાહ (નિષ્ઠાનાં શપથ) આપતા ચાર કાશ્‍મીરી યુવાનોના વીડિયો, તેમના બાયાહ ની ઓડિયો ક્‍લિપ્‍સ તેમજ તેઓએ ખોરાસાનમાં હિજરત કરી છે તેવો ઉલ્લેખ કરતી ફાઈલો મળી આવેલ છે. તેઓની વધુ પુછપરછમાં જાણવા મળ્‍યુ છે કે તેઓને તેમના હેન્‍ડલર, અબુ હમઝા દ્વારા પોરબંદર પહોંચવાની સુચના આપવામાં આવી હતી અને જ્‍યાંથી તેઓ મજુર તરીકે કેટલીક ફિશિંગ બોટમાં નોકરી લેવાના હતા અને આ બોટ અને તેના કપ્તાનનો ઉપયોગ કરીને તેઓને આપેલા પુર્વ નિર્ધારિત જીપીએસ કોઓડિનેટ સુધી પહોંચવાના હતા, જ્‍યાં તેઓને ધો (Dhow) દ્વારા ઈરાન લઈ જવામાં આવનારા હતા. આ લોકોને પછી નકલી પાસપોર્ટ આપવાના હતા જેનો ઉપયોગ કરીને તેઓ હેરાત થઈને ખોરાસન પહોંચવાના હતા. ત્‍યારબાદ તેઓએ ઇસ્‍લામિક એમીરાત ઓફ અફઘાનિસ્‍તાન માં ISKP  વતી તેના આતંકવાદી કૃત્‍યમાં ભાગ લેવાનો હતો અને શહાદત હાંસલ કરવાની હતી, ત્‍યારપછી હેન્‍ડલર અને ૧૫૦૦ દ્વારા તેમની શહાદતને જાહેર કરવા માટે તેઓના પુર્વ-રેકોર્ડ કરેલા નિવેદનો, ફોટોગ્રાફ્‌સ, વિડિયો અને દસ્‍તાવેજોનો ઉપયોગ કરવામાં આવનાર હતો.

આ મૌખિક અને ભૌતિક તથ્‍યો દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવાના આધારે (૧) ઉબેદ નાસિર મીર, રહે. ૯૦ ફૂટ રોડ, શાહ ફસલ કોલોની, સૌરા, શ્રીનગર (૨) હનાન હયાત શૉલ, રહે. ૯૦ ફૂટ રોડ, સૌરા, નૌશરા, શ્રીનગર (૩) મોહમ્‍મદ હાજીમ શાહ, રહે. ઘર નંબર પર/પ૩, નરીબલ, સૌરા, શ્રીનગર ૯૦ ફૂટ રોડ, શાહ ફસલ કોલોની, સોરા, શ્રીનગર (૪) ઝુબેર અહેમદ મુનશી રહે. અમીરા કદલ, શ્રીનગર (પ) સુમેરાબાનુ મોહમ્‍મદ હનીફ મલેક, રહેવાસી ૧૦૩, બેગ-એ-ફિઝા એપાર્ટમેન્‍ટ, સૈયદપુરા સુરત નાઓ વિરુદ્ધ અનલોફુલ એક્‍ટીવીટીસ પ્રિવેન્‍શન એક્‍ટ (૫/૨૪), ૧૯૬૭ ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્‍યો છે. આરોપી ઉબેદ નાસિર મીર, હનાન હયાત શૉલ, મોહમ્‍મદ હાજીમ શાહ તમામ રહેવાસી સોરા, શ્રીનગર અને સુમેરાબાનુ મોહમ્‍મદ હનીફ મલેક, સૈયદપુરા, સુરતની ધરપકડ કરવામાં આવી છે અને ઝુબેર અહેમદ મુનશી રહેવાસી અમીરા કદલ, શ્રીનગરને શોધવાના પ્રયાસો ચાલુ છે.

 

 

(4:30 pm IST)