Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

નીતા-મુકેશ અંબાણીએ પૌત્રીનું નામ રાખ્‍યું વેદા : સોશ્‍યલ મિડીયામાં કાર્ડ કર્યુ શેર

આકાશ અને શ્‍લોકોના ઘરે ૩૧ મે ના રોજ લક્ષ્મીજીની પધરામણી થયેલ

રાજકોટ, તા. ૧૦ :  મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધૂ શ્‍લોકા મહેતાને થોડા દિવસો પહેલા જ પુત્રીનો જન્‍મ થયો હતો. હવે અંબાણી પરિવારે એક સ્‍વીટ મેસેજ સાથે દીકરીના નામની જાહેરાત કરી છે. આકાશ અને તેની પત્‍ની શ્‍લોકાએ તેમની પુત્રીનું નામ વેદા આકાશ અંબાણી રાખ્‍યું છે. વેદાનો અર્થ છે ઁખૂબ સુંદરઁ. અંબાણી પરિવારે એક કાર્ડ શેર કરીને આ નામની જાહેરાત કરી છે. આ કાર્ડ અંબાણી અપડેટ્‍સ નામના ફેન પેજ પર શેર કરવામાં આવ્‍યું છે.કાર્ડમાં લખ્‍યું છે- ૅભગવાન કળષ્‍ણ અને ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીના આશીર્વાદથી, પળથ્‍વી તેની નાની બહેન વેદા આકાશ અંબાણીના જન્‍મની જાહેરાત કરે છે.ૅ આ કાર્ડમાં અંબાણી અને મહેતા પરિવારના સભ્‍યોના નામ છે.

શ્‍લોકા મહેતા અંબાણીએ ૩૧ મેના રોજ પુત્રીને જન્‍મ આપ્‍યો હતો. આકાશ અંબાણી અને શ્‍લોકા અંબાણીનું આ બીજું સંતાન છે. તેમને ૨ વર્ષનો પુત્ર પણ છે, જેનું નામ પળથ્‍વી અંબાણી છે. એપ્રિલ મહિનામાં નીતા મુકેશ અંબાણી કલ્‍ચરલ સેન્‍ટર (NMACC)ના ઉદ્ધાટન સમારોહ દરમિયાન શ્‍લોકા અંબાણીની બીજી પ્રેગ્નન્‍સી વિશે બધાને ખબર પડી હતી

(4:47 pm IST)