Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

પટણામાં ૧૭મીએ ગૃહમંત્રાલયની મહત્‍વની બેઠકઃ અમિતભાઇ શાહની હાજરી

પૂર્વ ક્ષેત્ર પરિષદની બેઠકમાં નીતીશકુમાર ગેરહાજર રહેશે તેવી શક્‍યતા

નવી દિલ્‍હીઃ બિહારની રાજધાની પટણામાં ૧૭મી જૂનના રોજ પૂર્વ ક્ષેત્ર પરિષદની બેઠક થવા જઈ રહી છે અને કેન્‍દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ તેમાં ખાસ હાજરી આપી શકે છે અને આમ પણ સામાન્‍ય રીતે આ પ્રકારની બેઠકની અધ્‍યક્ષતા કેન્‍દ્રીય ગૃહમંત્રી કરતા હોય છે.જોકે આ બેઠકથી મુખ્‍યમંત્રી નીતિશકુમાર દૂર રહેશે તેમ માનવામાં આવે છે આ બેઠકની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. બેઠકમાં બિહાર ઝારખંડ ઓડિશા અને પશ્ચિમ બંગાળના પ્રતિનિધિ સામેલ રહેશે.

આમ પણ છેલ્લા દ્યણા સમયથી કેન્‍દ્ર સરકારના કાર્યક્રમમાંથી નીતિશકુમાર દુર રહ્યા છે અને આ બેઠક એટલે કે ૧૭ મીની બેઠકથી પણ તેઓ આ પ્રકારની દુરી બનાવી રાખશે તેમ માનવામાં આવે છે. એનડીએ સાથે છેડો ફાડી નાખ્‍યા બાદ નીતિશકુમાર કેન્‍દ્ર સરકારના કોઈપણ કાર્યક્રમમાં હાજર રહેતા નથી.

(4:50 pm IST)