Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

વારાણસીમાં G20 ભારતીય અધ્યક્ષતા હેઠળ G20 વિકાસ મંત્રીઓની બેઠક

બેઠકની અધ્યક્ષતા વિદેશ મંત્રી એસ જયશંકર કરશે:બેઠકમાં વડાપ્રધાન મોદીનું વિશેષ વિડિયો સંબોધન પણ હશે

નવી દિલ્હી : વારાણસીમાં વિકાસ મંત્રીઓની બેઠક વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદી, દેવાની તંગી, આબોહવા પરિવર્તનની અસરો, પ્રદૂષણ અને જૈવવિવિધતાના નુકસાન, વધતી જતી ગરીબી અને અસમાનતાના કારણે વધુ ખરાબ થયેલા વિકાસના પડકારો વચ્ચે થઈ રહી છે. G20 ઈન્ડિયન પ્રેસિડેન્સી હેઠળ G20 વિકાસ મંત્રીઓની બેઠક 11-13 જૂન દરમિયાન ઉત્તર પ્રદેશના વારાણસીમાં યોજાવાની છે. આ બેઠકની અધ્યક્ષતા વિદેશ મંત્રી એસ જયશંકર કરશે. ભારતની G20 અધ્યક્ષતાના ભાગરૂપે યોજાનારી આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીનું (PM MODI)વિશેષ વિડિયો સંબોધન પણ હશે, એમ વિદેશ મંત્રાલયે એક સત્તાવાર રિલીઝમાં જણાવ્યું હતું

   
(9:51 pm IST)