Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

દેશના ચાર રાજ્યોમા બિપરજોય વાવાઝોડાની દેખાશે અસર : કર્ણાટક-ગોવા-મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વહીવટી તંત્ર એલર્ટ

દક્ષિણ અરબ સાગરની આજૂબાજૂના વિસ્તારમાં 50-60ની સ્પિડથી પવન ફુંકાઈ રહ્યો છે :માછીમારોને કેરલ, કર્ણાટક અને લક્ષદ્વીપના તટથી દૂર રહેવાની સલાહ

નવી દિલ્હી : દેશના ચાર રાજ્યોમા આગામી 36 કલાકમાં બિપરજોયની અસર દેખાવાની આશંકા છે. દક્ષિણ અરબ સાગરની આજૂબાજૂના વિસ્તારમાં 50-60ની સ્પિડથી પવન ફુંકાઈ રહ્યો છે. 4 રાજ્યો કર્ણાટક-ગોવા-મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સાવધાની રાખવામાં આવી રહી છે. તેને લઈને હવામાન વિભાગે માછીમારોને કેરલ, કર્ણાટક અને લક્ષદ્વીપના તટથી દૂર રહેવાની સલાહ આપી છે.

ભારતીય હવામાન વિભાગે શુક્રવારે જાણકારી આપી છે કે, ચક્રવાત બિપરજોય આગામી 36 કલાકમાં ભારે પવન અને આગામી બે દિવસમાં ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. માછીમારોને અરબ સાગરમાં ન જવાની સલાહ અપાઈ છે.

(12:48 am IST)