Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

આજે ફરી મોંઘુ થયું પેટ્રોલ : અમદાવાદમાં ૯૭.૬૪ રૂપિયા લીટર થયો ભાવ

જો દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૦૦.૯૧ રૂપિયા પ્રતિ લીટર

નવી દિલ્હી,તા.૧૦: આજે શનિવારે ૧૦ જુલાઈના રોજ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધુ એક વખત વધારો થયો છે. ઓઇલ કંપનીઓએ આજે કિંમતમાં વધારો કર્યો છે. આજે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં લીટરે ૩૫ પૈસાનો જયારે ડીઝલની કિંમતમાં ૨૬ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૦૦.૯૧ રૂપિયા પ્રતિ લીટર છે. જયારે ડીઝલની કિંમત ૮૯.૮૮ રૂપિયા પ્રતિ લીટર થઈ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા શુક્રવારે ઓઇલ કંપનીઓએ ડીઝલની કિંમત સ્થિર રાખી હતી.

ઉલ્લેખનીય છે કે હાલ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રાહતની કોઈ આશા નથી. ક્રૂડ પ્રોડકશનને લઈને ઓપેક પ્લસ દેશોની બેઠકમાં કોઈ સહમતિ નથી બની. જેના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જેની અસર ઘરેલૂ બજારમાં કિંમત વધી રહી છે.

૧૦ જુલાઈના રોજ અમદાવાદમાં પેટ્રોલની કિંમત રૂ. ૯૭.૬૪ રૂપિયા છે. આજે પેટ્રોલની કિંમતમાં ૦.૩૪ રૂપિયાનો વધારો થયો છે. જયારે ડીઝલની કિંમત રૂ. ૯૬.૭૨ રૂપિયા છે. ડીઝલની કિંમતમાં રૂ. ૦.૨૮ રૂપિયાનો વધારો થયો છે.

શહેર

પેટ્રોલ

ડીઝલ

દિલ્હી

૧૦૦.૯૧

૮૯.૮૮

મુંબઈ

૧૦૬.૯૨

૯૭.૪૬

ચેન્નાઈ

૧૦૧.૬૭

૯૪.૩૯

કોલકાતા

૧૦૧.૦૧

૯૨.૯૭

બેંગલુરૂ

૧૦૪.૨૯

૯૫.૨૬

લખનઉ

૯૮.૦૧

૯૦.૨૭

પટના

૧૦૩.૧૮

૯૫.૪૬

ભોપાલ

૧૦૯.૨૪

૯૮.૬૭

(10:11 am IST)