Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ત્રિપુરામાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો કહેર : 60 ટકા કેસ નોંધાયા

ત્રિપુરાએ પશ્ચિમ બંગાળમાં જીનોમ સિક્વેસિંગ માટે 151 સેમ્પલ મોકલ્યા હતા. તેમાંથી 90થી વધારે સેમ્પલ્સ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પોઝિટિવ મળ્યા

નવી દિલ્હી :  પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં અત્યંત સંક્રમણ કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટના 60 ટકા કેસ નોંધાયા છે. રાજ્યના અધિકારીઓએ જણાવ્યું હતું કે નમૂનાની જિનોમ સિક્વિન્સીંગના માધ્યમથી ડેલ્ટા પ્લસ ટાઇપ કોરોના વાયરસના આ કેસ વિશે જાણવા મળ્યું છે. ઉત્તરપૂર્વમાં COVID-19 નો જીવલેણ અને અત્યંત સંક્રમણ ડેલ્ટા વેરિઅન્ટનો આ પહેલો કેસ છે.

 અધિકારીઓએ જણાવ્યું હતું કે "ત્રિપુરાએ પશ્ચિમ બંગાળમાં જીનોમ સિક્વેસિંગ માટે 151 આરટી-પીસીઆર સેમ્પલ મોકલ્યા હતા. તેમાંથી 90થી વધારે સેમ્પલ્સ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ માટે પોઝિટિવ મળી આવ્યા છે, તેમણે કહ્યું કે, આ ચિંતાનો વિષય છે

 આ પેહલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે કહ્યું કે, 35 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 174 જિલ્લામાં SARS-CoV-2 કોરોના વાયરસના 'ચિંતાના પ્રકાર' મળી આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, તેમાંથી સૌથી વધારે કેસ મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાંથી છે.

(10:53 am IST)