Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

મમતા બેનરજી રાષ્ટ્રીય રાજકારણમાં કરશે એન્ટ્રી : રણનીતિ નક્કી કરવા PK સાથે ત્રણ કલાક બેઠક: ત્રિપુરાથી શંખ ફૂંકશે

ટીએમસીના સંગઠનમાં ફેરફારો કરવા અંગે ચર્ચા :એક વ્યક્તિ અને એક પદનો નિયમ લાગુ કરાશે ફોટો મમતા બેનર્જી

કોલકતા : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદ હવે ટીએમસીના પ્રમુખ અને બંગાળના સીએમ મમતા બેનરજી રાષ્ટ્રીય સ્તરે એન્ટ્રી મારવાની તૈયારી કરી રહ્યા છે.

રાષ્ટ્રીય સ્તરની રણનીતિ નક્કી કરવા માટે મમતા બેનરજીએ પ્રશાંત કિશોર સાથે ત્રણ કલાક બેઠક યોજી હોવાની વિગતો સપાટી પર આવી છે. બેઠકમાં ટીએમસીના સંગઠનમાં ફેરફારો કરવા અંગે ચર્ચા થઈ હતી.ખાસ કરીને એક વ્યક્તિ અને એક પદનો નિયમ પાર્ટીમાં લાગુ કરવામાં આવશે.સાથે સાથે રાષ્ટ્રીય સ્તરે ચૂંટણી લડવા માટે પણ મમતા બેનરજીએ ઈચ્છા વ્યક્ત કરી છે.

ટીએમસી દ્વારા પ્રશાંત કિશોર સાથે મળીને એક બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે.જેને આ મહિને અથવા તો ઓગસ્ટ મહિામાં જાહેર કરવામાં આવશે.સૂત્રોના કહેવા પ્રમાણે ટીએમસી પોતાના રાષ્ટ્રીય અભિયાનની શરુઆત ત્રિપુરાથી કરવા માંગે છે.અથવા તો એવા રાજ્યોમાં પણ ચૂંટણી લડવા માંગે છે જ્યાં તેના આગળ વધવાની શક્યતા છે.આ રાજ્યોમાં ટીએમસીએ કયા પ્રકારની નીતિ અપનાવવી જોઈએ તેના પર પણ મમતા બેનરજી અને પ્રશાંત કિશોર વચ્ચે લાંબી વાતચીત થઈ હતી.

(12:07 pm IST)