Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

રસીના બંને ડોઝ લીધા હોય તેને મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની છુટ અપાશે

મુંબઈ કોર્પોરેશન 15 જુલાઈની બેઠકમાં મહત્વનો નિર્ણય લેશે

મુંબઈ :કોરોનાની બીજી લહેર આવ્યા બાદ મુંબઈ અને મહારાષ્ટ્રમાં અન્ય રાજ્યો કરતા કોરોનાના નિયંત્રણો હજી પણ લાગુ કરાયેલા છે.જોકે  લોકોની વધી રહેલી માંગણીને ધ્યાનમાં રાખીને મુંબઈ કોર્પોરેશન 15 જુલાઈની બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવા જઈ રહ્યુ છે.

આ બેઠકમાં મુંબઈની લાઈફ લાઈન ગણાતી લોકલ ટ્રેન સેવા શરુ કરવાની સાથે સાથે બીજા પ્રતિબંધોમાં પણ રાહત આપવા અંગે ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેવામાં આવશે.

સૂત્રોનુ કહેવુ છે કે, કોરોના વેક્સીનના બંને ડોઝ લઈ ચુકેલા મુંબઈગરાઓ માટે મુંબઈમાં લોકલ ટ્રેન સેવા શરુ થઈ શકે છે.આવા લોકોને ઓફિસ કે બીજા જગ્યાએ જવા માટે લોકલ ટ્રેનનો ઉપયોગ કરવાની છુટ આપવામાં આવી શકે છે.

હાલમાં મુંબઈમાં કોરોના નિયંત્રણમાં છે.આમ છતા કોરોનાની ત્રીજી લહેરની શક્યતાને જોતા સરકાર પ્રતિબંધોમાં ઢીલ મુકતા ખચકાઈ રહી છે.મુંબઈમાં લોકલ ટ્રેન અને બીજી સેવાઓ આમ જનતા માટે હજી પણ બંધ છે.જોકે હવે લોકોની ધીરજ ખુટી રહી છે.જેના પગલે ટ્રેન સેવાના ઉપયોગમાં છુટ છાટ આપવા માટે સરકાર વિચારી રહી છે.

હાલમાં 12 લાખ જેટલા મુંબઈના રહેવાસીને કોરોના વેકસીનના બે ડોઝ અપાઈ જુક્યા છે.જ્યારે 46 લાખ જેટલા લોકોને વેક્સીનનો સિંગલ ડોઝ મળેલો છે.આમ મુંબઈમાં લગભગ 58 લાખ જેટલા લોકોએ રસીના એક કે બે ડોઝ લીધા છે

(1:08 pm IST)