Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

અમિતભાઇ શાહને મળતા સહકાર ક્ષેત્રના ધુરંધરો

રાજકોટ : ભારતના ગૃહ અને સહકાર વિભાગના મંત્રી શ્રી અમિતભાઇ શાહને આજે શનિવારે નવી દિલ્હી ખાતે સહકારી ક્ષેત્રના ટોચના આગેવાનોએ મળીને સહકારી ક્ષેત્રની આજ અને આવતીકાલ બાબતે ચર્ચા કરી હતી. આ પ્રસંગે નેશનલ કો.ઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડિયાના ચેરમેન અને ગુજરાતના પૂર્વ કેબીનેટ મંત્રી દિલીપ સંઘાણી, નાફેડના ચેરમેન ડો.બ્રિજેન્દ્રસિંહ, ઇફકોના ચેરમેન શ્રી નકાઇ, મેનેજીંગ ડીરેકટર યુ.એસ. અવસ્થી વગેરે હાજર રહેલ. ગઇ કાલે આ પ્રતિનિધિ મંડળે કેન્દ્રીય મંત્રીઓ પરસોતમ રૂપાલા અને મનસુખ માંડવિયાની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી. તે વખતે ઇફકોના અગ્રણી ચંદ્રપાલ પણ હાજર રહ્યા હતા.

(3:32 pm IST)