Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ભારે દંડ વસૂલાશે : કડક કાર્યવાહી થશે

દિલ્હી : અવાજ પ્રદૂષણના નિયમોમાં ફેરફાર

અવાજ પ્રદૂષણ પર લગામ લગાવા માટે દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ એક મોટો નિર્ણય કર્યો છે. નિયમોના ઉલ્લંઘન માટે દંડમાં સુધારો કરવામાં આવ્યો છે. તેમાં લાઉડ સ્પીકર અથવા પબ્લિક એડ્રેસ સિસ્ટમના માધ્યમથી અવાજ માટે ૧૦ હજાર રૂપિયા, ૧૦૦૦ કેવીએથી વધુના ડીઝલ જનરેટર સેટ માટે ૧ લાખ રૂપિયા અવાજ ઉત્સર્જક નિર્માણ ઉપકરણ માટે ૫૦ હજારનો દંડ લગાવાશે. સાથે જ ઉપકરણોને જપ્ત કરવામાં આવશે.

(3:34 pm IST)