Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

મુસ્લિમો ઉપર ચીનમાં અત્યારચાર થતા અમેરિકાની બાઇડેમ સરકાર આકરા પાણીઍઃ ચીનની ૧૪ કંપનીઅોને બ્લેક લિસ્ટ કરી નાખી

આડકતરી ભુમિકા ભજવતુ હોવાનું ખુલતા કાર્યવાહી

ન્યુયોર્ક: ચીનમાં મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારને લઈને અમેરિકાએ ચીન સામે વધારે આકરુ વલણ અપનાવ્યુ છે.અમેરિકાની બાઈડેન સરકારે ચીનની 14 કંપનીઓને બ્લેક લિસ્ટ કરી નાંખી છે.

આ કંપનીઓએ ચીનમાં મુસ્લિમો પરના અત્યાચારમાં સીધી કે આડકતરી રીતે ભૂમિકા ભજવી હોવાની જાણકારી અમેરિકાને મળ્યા બાદ અમેરિકાએ આ કાર્યવાહી કરી છે.

ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે અમેરિકાના વાણિજ્ય વિભાગ તરફથી કહેવામાં આવ્યુ છે કે, ચીનની શિનજિઆંગ પ્રાંતમાં મુસ્લિમ લઘુમતી પર ચીનના અત્યાચાર, સામૂહિક નજરકેદ અને તેમના પર નજર રાખવામાં આ 14 કંપનીઓએ સરકારને ટેકનોલોજીકલ મદદ પૂરી પાડી છે.આ કંપનીઓ સાથે સાથે રશિયામાં મિલિટરી પ્રોગ્રામને મદદ કરે છે તેમજ ઈરાન પર મુકાયેલા વ્યાપારિક પ્રતિબંધોનુ પણ ઉલ્લંઘન કરે છે.

હવે આ 14 કંપનીઓ અમેરિકામાં પોતાનો સામાન કે બીજા વસ્તુઓ નહીં વેચી શકે.

ઉલ્લેખનીય છે કે, ચીનની સરકારે 2017થી શીનજિયાંગ પ્રાંતમાં લાખો લોકોને કેદ કરીને લાખેલા છે.ચીન પર આરોપ લાગી રહ્યા છે કે, ચીન અહીંયા લેબર કેમ્પ ચલાવે છે અને મુસ્લિમોની જબરદસ્તી નસબંધી પણ કરે છે.

(5:10 pm IST)