Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

રાજસ્થાનમાં એક જ જિલ્લામાં ૧૫ દિવસમાં ૭ સામૂહિક બળાત્કારના કિસ્સા: મોટો ખળભળાટ

રાજસ્થાનમાં સામુહિક  રેપની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના અલવર જિલ્લામાં પાછલા ૨અઠવાડિયામાં  સાત ગેંગ રેપ થયા છે. જેના પગલે  રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નો સર્જાયા છે.
અલવરમાં હવે મહિલાઓ ઘરમાં પણ પોતાને સુરક્ષિત અનુભવી કરી રહી નથી. પોલીસ કાર્યવાહીમાં ઢીલ થઈ રહી હોવાથી બળાત્કારીઓની હિંમત વધી રહી છે.
અલવર જિલ્લામાં છેલ્લા પંદર દિવસમાં ગેંગરેપના સાત કેસ નોંધાયા છે. તે ઉપરાંત અન્ય ૧૭ મહિલા વિરોધી ક્રાઈમ કેસ પણ નોંધાયા છે. લોકો આ વિસ્તારને રેપિસ્તાન કહેવા લાગ્યા છે. આમ પણ બળાત્કારના સૌથી વધારે કેસ આ જિલ્લામાં નોંધાતા રહ્યા છે.

(6:00 pm IST)