Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

મયુકોર.ના મુંબઈ ખાતે બે માસમાં ૧૬૧ દર્દી જોવા મળ્યા

મુંબઈમાં કોરોનાના કહેરમાં સામાન્ય રાહત : ૨૨ની એક આંખ કાઢવી પડી : ૧૦૨ દર્દીઓની બંને આંખો સુધી ફંગસ પહોંચ્યું, છ દર્દીએ બંને આંખ ગુમાવી

મુંબઈ, તા.૧૦ : મુંબઈમાં કોરોના સામેની જંગ જીત્યા પછી લોકો મ્યુકોરમાઈકોસિસથી હારી રહ્યા છે. બીએમસીની મુખ્ય હોસ્પિટલોમાં મ્યુકોરમાઈકોસિસના ૪૦ એવા દર્દીઓ હતા, જેમનો જીવ બચાવવા માટે ડોક્ટરોએ તેમની એક આંખ નીકાળવી પડી છે. આમાંથી સાત એવા દર્દીઓ છે, જેમનો જીવ તો બચી ગયો પરંતુ તેમણે બન્ને આંખો ગુમાવી. બ્લેક ફંગસની અસર એટલી બધી થઈ ગઈ હતી કે જો તેમની આંખો ના નીકાળતા તો જીવ બચાવી શકવો મુશ્કેલ હતો.

કોરોનાથી સાજા થયા પછી ઘણાં દર્દીઓ મ્યુકોરમાઈકોસિસનો ભોગ બને છે. દર્દીઓની સારવારની વ્યવસ્થા બીએમસીએ મુખ્ય હોસ્પિટલોમાં કરી હતી. બીએમસીના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર પાછલા બે મહિનામાં મ્યુકોરમાઈકોસિસથી પીડિત ૧૬૧ દર્દી સારવાર માટે દાખલ થયા હતા. તેમાંથી ૧૦૨ દર્દીઓની બન્ને આંખો સુધી ફંગસ પહોંચી ગયુ હતું. સારવાર દરમિયાન ૨૨ દર્દીઓની એક આંખ નીકાળવામાં આવી, જ્યારે દર્દીઓએ બન્ને આંખ ગુમાવવી પડી.

કેઈએમ હોસ્પિટલના નેત્ર વિભાગના પ્રમુખ ડોક્ટર શીલા કરકર જણાવે છે કે, કોરોનાકાળમાં મ્યુકોરના ઘણાં દર્દીઓ સામે આવ્યા છે. પહેલા બીમારીનું પ્રમાણ ઘણું ઓછુ હતું. ૧૦ વર્ષમાં ૧૫ મ્યુકોરના દર્દી મળતા હતા, પરંતુ હવે તો બે મહિનામાં ૧૦૦થી વધારે દર્દીઓ મળ્યા છે.

સાયન હોસ્પિટલના ઈએનટી વિભાગના પ્રમુખ ડોક્ટર રેણુકા બ્રાડોના જણાવ્યા અનુસાર, પાછલા એક મહિનામાં સાયન હોસ્પિટલમાં ૭૯ દર્દીઓ મ્યુકોરમાઈકોસિસની સારવાર માટે દાખલ થયા હતા. તેમાંથી ૫૩ દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી, જેમાંથી ૧૫ દર્દીઓની એક આંખ નીકાળવી પડી હતી, જ્યારે એક દર્દીએ બન્ને આંખો ગુમાવવી પડી છે.

(7:18 pm IST)