Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

કાલે કેજરીવાલ દહેરાદૂનની મુલાકાતે :પંજાબ પછી હવે ઉત્તરાખંડમાં ફ્રિ વિજળીને મુદ્દો બનાવવાની તૈયારીમાં !

દિલ્હીમાં વિજળી ફ્રિ. શું ઉત્તરાખંડ વાસીઓને ફ્રિ વિજળી મળવી જોઈએ નહીં.”: કેજરીવાલે કર્યું ટ્વીટ

નવી દિલ્હી : પંજાબ પછી હવે અરવિંદ કેજરીવાલ ઉત્તરાખંડમાં ફ્રિ વિજળીને મુદ્દો બનાવવાની તૈયારી કરી રહ્યાં છે.2022માં ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણી થવાની છે અને આમ આદમી પાર્ટી ત્યાં બીજેપી અને કોંગ્રેસને ટક્કર આપવાની તૈયારીમાં લાગી ગઈ છે. આ બાબતે રવિવારે અરવિંદ કેજરીવાલ દેહરાદૂન જઈ રહ્યાં છે.

આની જાણકારી તેમને પોતે ટ્વિટ દ્વારા આપી છે. ત્યાં જવાથી પહેલા જ તેમને પર્વતીય રાજ્યમાં ફ્રિ વિજળીને લઈને રાગ છેડી દીધો છે. જેના કારણે અટકળો લગાવવામાં આવી રહી છે કે કેજરીવાલ ત્યાંની બીજેપી સરકારને આ મુદ્દા પર ઘેરવાની તૈયારી કરી રહ્યાં છે.

દેહરાદૂનના પોતાના પ્રવાસથી પહેલા જ કેજરીવાલે ટ્વિટ કર્યું કે, “ઉત્તરાખંડ પોતે જ વિજળી બનાવે છે, બીજા રાજ્યોને વેચે પણ છે. તે છતાં ઉત્તરાખંડના લોકોને આટલી મોંઘી વિજળી કેમ? દિલ્હી પોતાની વિજળી બનાવતું નથી, બીજા રાજ્યો પાસેથી ખરીદે છે. તે છતાં પણ દિલ્હીમાં વિજળી ફ્રિ. શું ઉત્તરાખંડ વાસીઓને ફ્રિ વિજળી મળવી જોઈએ નહીં

 

પાછલા મહિને કેજરીવાલે પંજાબમાં ફ્રિ વિજળી આપવાનું વચન આપતા વિજળી સાથે જોડાયેલી ત્રણ જાહેરાતો કરી જેને તેમને પોતાની ત્રણ ગેરંટી ગણાવી હતી.

તેમને કહ્યું કે, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા પર રાજ્યોમાં 300 યૂનિટ સુધી વિજળી ફ્રિ આપવામાં આવશે તે પછી પંજાબની 80 ટકા આબાદીનું વિજળી બિલ શૂન્ય થઈ જશે.

બીજી જાહેરાતમાં તેમને વિજળીના બાકીના બધા બિલોને માફ કરવાના અને ક્નેક્શન પુન:સ્થાપિત કરવાનો વાયદો કર્યો હતો.

ત્રીજી જાહેરાતમાં તેમને કહ્યું કે, રાજ્યોમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા પર 24 કલાક વિજળી આપવામાં આવશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિજળી-પાણી ફ્રિ આપવાના પોતાના માસ્ટર-સ્ટ્રોક પ્લાન સાથે આમ આદમી પાર્ટી 2022માં કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ઉતરી શકે છે.

(11:17 pm IST)