Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ઓલિમ્પિક પર કોરોનાનું સંકટ ઘેરાયું ! ટોક્યોમાં બે મહિના બાદ સૌથી વધુ કેસ

ઓલિમ્પિકના આયોજનમાં હવે બે સપ્તાહથી પણ ઓછો સમય બાકી

ટોક્યોઃ જાપાનની રાજધાની ટોક્યોમાં કોરોના વાયરસના 950 નવા કેસ સામે આવ્યા છે, જે બે મહિનામાં સૌથી વધુ દૈનિક મામલા છે. શહેરમાં સતત સંક્રમણ ફેલાય રહ્યું છે, જ્યારે ગ્રીષ્મકાલીન ઓલિમ્પિકના આયોજનમાં હવે બે સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે.

શુક્રવારે આવેલા 822 કેસની તુલનામાં શનિવારે નોંધાયેલા કેસની સંખ્યા વધુ છે. પ્રધાનમંત્રી યોશીહિદે સુગાએ 23 જુલાઈથી શરૂ થનાર ઓલિમ્પિક દરમિયાન સંક્રમણના અનિયંત્રિત પ્રસારને રોકવા માટે ગુરૂવારે ટોક્યોમાં ઇમરજન્સીની જાહેરાત કરી દીધી, જે સોમવારથી પ્રભાવી થશે.

સરકારે પહેલા ઓછા કડક ઉપાય કરવાની યોજના બનાવી હતી, પરંતુ ટોક્યો ક્ષેત્રમાં વાયરસના વધુ સંક્રામક ડેલ્ટા સ્વરૂપ ફેલાવાને કારણે ઇમરજન્સી લાગૂ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. નિષ્ણાંતોએ ચેતવણી આપી કે સંક્રમણના દૈનિક મામલા કેટલાક સપ્તાહની અંદર હજારો સુધી પહોંચી શકે છે કારણ કે લોકો ગરમીની રજાઓમાં દેશભરમાં યાત્રા કરી રહે છે અને ઓલિમ્પિકમાં વિદેશી અને ઘરેલૂ મુલાકાતીઓનું ટોક્યોમાં આગમન થશે.

(12:38 am IST)