Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

ડ્રગ્સ પ્રકરણમાં સંડોવાયેલી રિયા ચક્રવતીના જમીનની આવતી કાલે સુનવણી થશે

કૉર્ટ આજે રિયાને જ્યુડીશ્યલ કસ્ટડીમા મોકલવા હુકમ થયેલ ભાયખલા જેલમાં આજની રાત્રી વીતાવશે.

મુંબઈ:બોલીવૂડ અભિનેત્રી સુશાંતસિંહ રાજપૂતની હત્યા તેમજ ડ્રગ્સ પ્રકરણમાં NCBએ ત્રણ દિવસ પુછપરછ બાદ રિયા ચક્રવતીને કૉર્ટમાં રજૂ કરેલ કૉર્ટ ૧૪ દિવસ જ્યુડીશ્યલ કસ્ટડીમા મોકલવા હુકમ કર્યો હતો

દરમિયાન રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનેશિંદેએ જણાવ્યું કે રિયા અને તેના ભાઈ શૌવિકની જામીન અરજી પર મુંબઈની વિશેષ અદાલતમાં ગુરુવારે સુનાવણી થશે.

એટલે રિયા ચક્રવર્તી ને બુધવારની રાત ભાયખલા જેલમાં વિતાવવી પડશે. ગુરુવારે જ તેની જામીન અરજી પર સુનાવણી થશે.

ઉલ્લેખનીય છે કે નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ મંગળવારે રિયા ચક્રવર્તી ની ધરપકડ કરી હતી.

પરંતુ બાદમાં અટકાયતમાં લેવાનો ઇનકાર કરતા 14 દિવસની ન્યાયિક અટકાયત માંગી હતી, જે મંજૂર થઇ ગઇ હતી. એનસીબીએ ડ્રગ્સ કનેક્શનની તપાસ કરવા માટે બપોરે 3.30 વાગ્યે રિયા  ધરપકડ કરી હતી. તે પહેલા એનસીબીએ ત્રણ દિવસ સુધી પૂછપરછ કરી હતી.

એનસીબીના ઉપ નિર્દેશક એમ.એ.જૈને જણાવ્યું કે રિયા પર એનડીપીએસ એક્ટની કલમ 8(C), 20(B)(2), 22A, 28 અને 29 હેઠળ ડ્રગ્સ એન્ગલમાં તેની કથિત ભૂમિકાના આરોપ લગાવ્યા છે.

તે સિવાય તેણે અત્યાર સુધી એનસીબીને જે પણ માહિતી આપી, તે તેની “અટકાયત માટે પુરતી” હતી.

એનસીબીએ 6 પેજની રિમાન્ડ અરજીમાં રિયાને ડ્રગ સપ્લાય સાથે જોડાયેલી ડ્રગ સિન્ડિકેટના એક સક્રીય સભ્ય ગણાવી છે.

જે સુશાંત સિંહ રાજપૂત સાથે ડ્રગ્સ ખરીદવા માટે રૂપિયાની સગવડ કરતી હતી.

જોકે તેમાં ઉલ્લેખ નથી કર્યો કે તે પોતે પણ ડ્રગ્સ લેતી હતી.

(8:31 am IST)