Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

ભારતના જીડીપીમાં ચાલુ વર્ષે ૧૨-૧૫ ટકા સુધીનો ઘટાડો

ફિચ પછી અન્ય બે એજન્સીઓનું નેગેટીવ અંદાજ ઃનાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨માં અર્થવ્યવસ્થા ફરી પાટા પર આવશે તથા તેમાં ૯.૯ ટકા જેટલો વધારાનું અનુમાન

નવી દિલ્હી, તા. ૯ :ફિચ પછી બે અન્ય આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓ ગોલ્ડમૅન સાશ અને ઇંડિયા રેટિંગ્સે ભારત માટે ચિંતા વધારી દીધી છે. બંને રેટિંગ એજન્સીઓનું અનુમાન છે કે ચાલુ નાણાંકીય વર્ષ એટલે કે ૨૦૨૦-૨૧માં ભારતના જીડીપીમાં અંદાજે ૧૨ થી ૧૫ ટકા જેટલો ભારે ઘટાડો જોવા મળી શકે છે. ગોલ્ડમૅન સૅશનું અનુમાન, ઇન્વેસ્ટમેંટ બેંક ગોલ્ડમૅન સૅશ ના અનુમાન મુજબ ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતીય અર્થવ્યવસ્થામાં ૧૪.૮ ટકા જેટલો ભારે ઘટાડો આવી શકે છે. આ પહેલા  દ્વારા ૧૧.૮ ટકાનું અનુમાન જાહેર કરાયું હતું.

એક તપાસ બુકમાં કહ્યું, જૂન ત્રિમાસિકના જીડીપીના આંકડાને ધ્યાનમાં લઇ અમે ભારતના જીડીપીના અનુમાનમાં મોટો ફેરફાર કરી રહ્યાં છે. અમારું અનુમાન છે કે આ કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં જીડીપીમાં ૧૧.૧ ટકા અને નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૪.૮ જેટલો ઘટાડો આવી શકે છે.

ઇંડિયા રેટિંગનું અનુમાન આ સ્વદેશી રેટિંગ એજન્સીનું અનુમાન છે કે નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨માં અર્થવ્યવસ્થા ફરી પાટા પર આવી જશે અને તેમાં ૯.૯ ટકા જેટલો વધારો થઇ શકે છે. એજન્સીના જણાવ્યાં અનુસાર ચીનની જીડીપી આ વર્ષે વધશે અને તેની આર્થિક વૃદ્ધિ દર ૨.૭ ટકા સુધી રહી શકે છે.

(12:00 am IST)