Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

લો કરો વાત, IRCTCનો હિસ્સો હવે કેન્દ્ર ઘટાડશે

આઈઆરસીટીસીના શેરમાં ભારે કડાકો બોલાયો :IRCTCનો માર્કેટકેપ ૨૧૦૦૦ કરોડનો, હિસ્સો વેચવા ટેન્ડર બહાર પડાયા પણ કેટલો વેચવાનો છે તે સ્પષ્ટતા નથી

નવી દિલ્હી, તા. ૯ :કેન્દ્ર સરકાર જાણીતી રેલવે એપ અને કંપની આઈઆરસીટીસીમાં રહેલો પોતાનો ૧૫થી ૨૦ ટકા  હિસ્સેા વેચવા વિચારી રહી છે.  બુધવારે શેરબજારમાં આઈઆરસીટીસીના શેરના ભાવમાં કડાકો બોલ્યો હતો. લગભગ સાત ટકા જેટલો આ કડાકો હતો. માર્કેટ કેપની વાત કરીએ તો બજારમાં આઈઆરસીટીસીનો માર્કેટ કેપ રૂપિયા ૨૧,૦૦૦ કરોડનો છે.

સપ્તાહના ત્રીજા દિવસે આજે સવારે આઈઆરસીટીસીના શેરના ભાવમાં ૨.૫૭ ટકા ઘટી જતાં ૧૩૭૮ રૂપિયા પાંચ પૈસા પર આ શેરની લેવડદેવડ થતી હતી. એટલે કે માત્ર બે દિવસમાં આઈઆરસીટીસીના શેરના ભાવમાં સાત ટકા જેટલો કડાકો બોલી ગયો હતો. નાણાં ખાતાના મૂડી રોકાણ વિભાગ દ્વારા ટેન્ડર બહાર પડી ચૂક્યા હતા. કંપનીઓ પાસે બોલીઓ મંગાવવામાં આવી હતી પરંતુ આઈઆરસીટીસીનો કેટલો હિસ્સો વેચાઉ છે એની સ્પષ્ટતા કરાઇ નહોતી એટલે સંભવિત કંપનીઓ  આગળ આવી નહોતી. જે કંપનીઓએ બોલી કરવા માટે કેટલાક સવાલો પૂછ્યા હતા તેમના સવાલ જવાબ નાણાં ખાતાએ સોશ્યલ મિડિયા પર મૂકી દીધા હતા. નાણાં ખાતાના સંબંધિત વિભાગે એવો અણસાર આપ્યો હતો કે આઈઆરસીટીસીના પોતાના હિસ્સામાંથી સરકાર ૧૫થી ૨૦ ટકા હિસ્સો વેચવાના મૂડમાં હતી. અત્યારે સરકારની આઈઆરસીટીસીમાં ૮૭. ૪૦ ટકા  ભાગીદારી છે.

(12:00 am IST)