Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

હવે સસ્તાં-હાનિકારક ચાઇનીઝ ટોયઝ પર 'સર્જિકલ સ્ટ્રાઇક' થશે

બાળકોનાં રમકડાનાં ક્ષેત્રમાંથી પણ ચીનને દેશવટો આપવાનો સરકારનો ક્રાંતિકારી નિર્ણય

નવી દિલ્હી તા. ૧૦ :.. મોદી સરકારે ચીનને ના માત્ર સરહદ પર, પરંતુ વ્યવસાયિક મોરચે પણ પાછળ ધકેલવા માટે ઘણા મોટા પગલા લીધા છે. સરકારે ડિજીટલ સ્ટ્રાઇક કરીને જયાં ર૦૦થી વધારે ચાઇનીઝ મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે ત્યારે હવે ટોયઝ એટલે કે બાળકોનાં રમકડાંનાં ક્ષેત્રમાં  પણ ચીનને દેશથી બહાર કરવાનું નકકી કર્યુ છે.

તાજેતરમાં જયારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભારતીય રમકડાં ઉદ્યોગને મજબુત કરવાની વાત તેમના 'મન કી બાત' કાર્યક્રમમાં સ્પષ્ટ કરી હતી ત્યારે તેમનો ઇશારો ભારતીય બજારમાં ચીનનાં વર્તમાન વર્ચસ્વને તોડવા તરફ જ હતો. કેન્દ્ર સરકાર તરફથી તેની પહેલ એક બાદ એક થઇ રહેલા વ્યાપારિક નિર્ણયોમાં જોવા મળે છે.

વર્તમાન સમયમાં ભારતીય રમકડાં બજારમાં જયાં જુઓ ત્યાં ચીનનાં જ રમકડા જોવા મળે છે. ઉદારીકરણનાં દોરથી શરૂ થયેલા આ સીલસીલાએ છેલ્લા રપ વર્ષમાં ભારતની અંદર જ ભારતીય રમકડાંને હાંસિયામાં ધકેલી દીધા છે.

પહેલાં ડોકલામ અને ત્યારબાદ પાછલા કેટલાક મહિનાઓથી ભારત-ચીન સરહદ પર ચીન સાથેના તણાવથી હાંસિયામાં મુકાયેલા ભારતીય રમકડાં ઉદ્યોગ તરફ ધ્યાન આપવાની ફરજ પડી છે. ભારત સરકારે રમકડાં ઉદ્યોગની ખરાબ પરિસ્થિતિ અને સમસ્યાને હલ કરવાનું નકકી કર્યુ છે.

ચીનનાં રમકડાં ખરાબ કવોલીટીનાં હોવાનાં કારણે ખુબ સસ્તા હોય છે અને આ રમકડા બાળકો માટે હાનિકારક પણ હોય છે. ચીનનાં સસ્તાં રમકડાંના કારણે ભારતનાં સારા રમકડા પણ બજારમાં ટકી શકતાં નથી.

ચીનમાં રમકડાં ઇન્ડસ્ટ્રીને સરકારી સંરક્ષણ મળ્યું છે, જે અંતર્ગત તેમને ઘણી પ્રકારની સુવિધાઓ મળે છે. ચીનમાં ટોયઝ ઇન્ડસ્ટ્રીઝને સરકારથી જમીનથી લઇને મશીન ખરીદવા સુધી, ઘણા પ્રકારની  સબસીડી મળે છે. આ ટોયઝ એકસપોર્ટ કરવા પર પણ સબસીડી અને ઇન્સેન્ટિવ્સ ચીન સરકાર આપે છે.

(3:57 pm IST)
  • કોરોનાને હરાવી ફરી ફરજ પર હાજર થતા કુલપતિ પ્રો.નીતિનભાઈ પેથાણી ધીરે ધીરે રાબેતા મુજબનું કાર્ય કરશે અને પૂર્ણ સમય હાજર રહેશે access_time 3:53 pm IST

  • તમારા પિતાશ્રી બાલ ઠાકરેના પુણ્ય પ્રતાપે તમે નાણાં કમાઈ શક્યા છો આબરૂ નહીં : મારુ મોઢું બંધ કરશો પણ મારો અવાજ લાખો લોકોના દિલમાં પહોંચશે : કેટલાકના મોઢા બંધ કરશો ? : તમે વંશવાદનો નમૂનો છો : ટ્વીટરના માધ્યમથી કંગના રનૌત દ્વારા ઉધ્ધવ ઠાકરે ઉપર વાક્બાણની વર્ષા access_time 2:13 pm IST

  • દ્વારકા શહેરના પી.આઈ કોરોનાથી સંક્રમિત : હોમ આઇસોલેશન થયા access_time 11:10 pm IST