Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

વિદેશમંત્રી જયશંકર મોસ્કોમાં ઉઝબેકિસ્તાનના વિદેશ પ્રધાનને મળ્યા :પ્રાદેશિક સહયોગ અંગેના કરાર

કિર્ગિઝિસ્તાન અને તાજિકિસ્તાનના મુખ્યમંત્રીઓ સાથે બેઠક પણ કરી હતી.

નવી દિલ્હી : ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે મોસ્કોમાં ઉઝબેકિસ્તાનના વિદેશ પ્રધાન અબ્દુલ અઝિઝ કૈમિલોવ સાથે મુલાકાત કરી. આ સમય દરમિયાન બંને પ્રાદેશિક મુદ્દા પર સહયોગ આપવા સંમત થયા હતા.

જયશંકરે આ બેઠકને સૌમ્ય ગણાવી હતી. સાથે કહ્યુ કે, 'બંને પક્ષે પ્રાદેશિક સહયોગ પર સહમતી થઈ છે. અમે આ સહકારના વિકાસને આગળ લઈ જઈશુ.' તે જ સમયે, જયશંકરે મધ્ય એશિયામાં ઉઝબેકિસ્તાનની મહત્વપૂર્ણ ભૂમિકાની પણ પ્રશંસા કરી.

નોંધનીય છે કે, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ) ના વિદેશ પ્રધાનોની બેઠકમાં ભાગ લેવા, રશિયાની ચાર દિવસીય મુલાકાતે આવ્યા છે. બુધવારે જયશંકરે કિર્ગિઝિસ્તાન અને તાજિકિસ્તાનના મુખ્યમંત્રીઓ સાથે બેઠક પણ કરી હતી.

આ સમય દરમિયાન સામાન્ય હિતો અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે, વાટાઘાટો કરવામાં આવી હતી. જયશંકર એસસીઓની બહાર, રશિયન સમકક્ષ સેર્ગે લાવરોવને પણ મળી ચૂક્યા છે. તેમની વચ્ચે ભારત અને રશિયા વચ્ચે વિશેષ વ્યૂહાત્મક સંબંધો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

(10:04 pm IST)