Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

ફેશન ડિઝાઇન મનીષ મલ્હોત્રાને બીએમસીએ ઓફીસમાં અનધિકૃત બદલાવ માટે મોકલી નોટિસ

બૃહદ મુંબઇ મહાનગરપાલિકા (બીએમસી)એ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાને ૭ સપ્ટેમ્બરના એક કારણદર્શક નોટિસ જારી કરી હતી બીએમસીએ કહ્યુ એમણે પોતાની ઓફિસનીઇમારતમા અનધિકૃત બદલાવ માટે અને પોતાના ઘરના પ્રથમ ફલોરને ઓફિસમા બદલતા પહેલા અનુમતિ લીધી ન હતી. બીએમસીએ મનિષને ૭ દિવસમાં નોટિસનો જવાબ આપવા કહ્યુ છે.

(11:11 pm IST)
  • સુરતમાં ધોધમાર વરસાદ :સુરત શહેરમાં છેલ્લી અડધી કલાકથી ઘોર દોડ સહિત સંખ્યાબંધ વિસ્તારોમાં વિજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ ચાલુ છેે: ફરી ચોમાસુ જામ્યું હોય તેવો માહોલ સર્જાયા હોવાનું સુરતથી કુશલ ઠકકરે જણાવ્યુ છે. access_time 3:53 pm IST

  • આજે બપોરે સેન્‍સેકસ ૬૪૬ પોઈન્‍ટના ઉછાળા સાથે ૩૮,૮૪૦ ઉપર બંધ રહેલ : નીફટીમાં ૧૭૧ પોઈન્‍ટનો મોટો ઉછાળો આવ્‍યો હતો અને ૧૧,૪૪૯ એ બંધ રહ્યો છે : સોનાનો ભાવ ૫૧,૨૨૬ હતો જયારે ચાંદીનો ભાવ ૬૫,૫૭૯ રહ્યાનું સી.કે. ફાયનાન્‍શીયલ્‍સે જણાવ્‍યુ છે access_time 5:54 pm IST

  • અમદાવાદના પૂર્વ સાંસદ તથા બૉલીવુડ એક્ટર પરેશ રાવલની ' ઇન્ડિયન સ્કૂલ ઓફ ડ્રામા ' ના અધ્યક્ષ તરીકે નિમણુંક : 4 વર્ષ માટે જવાબદારી સંભાળશે : 2014 થી 2019 ની સાલ દરમિયાન અમદાવાદ ઇસ્ટના ભાજપના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા access_time 6:21 pm IST