Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

કોરોના મહાસંગ્રામઃ દિલ્લીમાં કોરોના વિસ્ફોટઃ સતત બીજા દિવસે ચાર હજારથી વધારે નવા કેસ નોંધાયા

રાજધાનીમાં કોરોના વાયરસ સંક્રમણના આંકડામાં આજ એક વખત ફરી રેકોર્ડ તોડી ઉછાળ  જોવા મળ્યો છે. અહીં સતત બીજા દિવસે ચાર હજારથી વધારે કેસ નોંધાયા છે. દિલ્લી સરકારના હેલ્થ બુલેટીન અનુસાર ગુરૂવારના દિલ્લીમાં ૪૩૦૮ નવા કેસ નોંધાયા રાજયમાં કુલ સંક્રમિતોની સંખ્યા ર૦પ૪૮ર થઇ ગઇ

(11:20 pm IST)
  • સરહદ ઉપર ટેન્સન વધતું જ જાય છે? અરૂણાચલની સરહદે આખું ગામ ખાલી થઇ ગયું : અરૂણાચલ પ્રદેશના તવાંગ નજીકથી મેકમોહન લાઇન નજીકના ગ્રામજનોએ તેમનું ગામડું ખાલી કરી નાખ્યું હોવાનું ઇસ્ટમોજો જણાવે છે. અરૂણાચલ પ્રદેશના ઝેમીથાંગ સર્કલથી ૩૦ કી.મી. દૂર સરહદે આવે તાકસાંગ નામનું ગામ છોડીને ગ્રામજનો ભાગી ગયા છે. access_time 11:31 am IST

  • વિમાના પ્રિમીયમ ઉપર હાલનો ૧૮% જીએસટી દર ઘટાડીને ૫ ટકા કરવા માટે આઈઆરડીએઆઈ એ નાણામંત્રી નિર્મલા સીતારમનનો સંપર્ક સાધ્‍યો છે : કોરોના મહામારીમાં જીએસટી દર ઘટાડવાથી વિમા ક્ષેત્રને નવુ જોમ મળશે access_time 5:56 pm IST

  • ભગવતીપરામાં ભૂગર્ભ ગટરની દુર્ઘટનામાં બેદરકારી સબબ કોન્ટ્રાકટરને નોટીસ : ભગવતીપરામાં ભૂગર્ભ ગટરની કુંડીમાં મજૂરો પડી ગયા બાદ ઘાયલ થવાની ઘટનામાં કોન્ટ્રાકટર મંગાભાઈ સોલંકીને મ્યુ.કમિશ્નરે બેદરકારી અંગે નોટીસ ફટકારી છે access_time 4:13 pm IST