Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

સામાજિક કાર્યકર્તા અને આર્યસમાજના નેતા સ્વામી અગ્નિવેશની તબિયત બગડી-ગંભીર હાલતમાં વેંટિલેટર પર રાખવામા આવ્યા

સામાજિક કાર્યકર્તા અને આર્યસમાજના નેતા સ્વામિ અગ્નિવેશની તબિયત  બગડયા પછી દિલ્લીની હોસ્પિટલમાં દાખલ કર્યા છે. જયાં એમની હાલત ગંભીર છે જાણકારી અનુસાર આર્ય સમાજના નેતા વેંટિલેટર પર છે. હાલ એમની હાલત ગંભીર સીનિયર ડોકટરોની ટીમ નજર રાખે છે.

૧૯૭૭માં હરિયાણા વિધાનસભામાં  ધારાસભ્ય ચુંટાયા હતા હરિયાણા સરકારમા શિક્ષામંત્રી રહ્યા ૨૦૧૧માં અન્ના હજારેની આગેવાનીમાં ભ્રષ્ટાચાર વિરોધ આંદોલનમાં ભાગ લીધો હતો.

(11:34 pm IST)
  • તાલુકા મામલતદાર કચેરીમાં ભુકંપઃ આજે કોરોના માટે યોજાયેલ કેમ્પમાં એકી સાથે ૪ને કોરોના જાહેર સીટી પ્રાંત-ર ના ડ્રાઇવર પણ ઝપટેઃ સેનેટાઇઝર કરવાનું શરૂ :રાજકોટમાં કોરોનાનો કાળો કેર યથાવત છેઃ આજે તાલુકા મામલતદાર કથીરિયાએ કોરોના ચેકીંગ માટે સ્પે. કેમ્પ યોજયો હતો, જેમાં એકી સાથે ૪ કર્મચારીને કોરોના વળગતા તમામને હોમ આઇસોલેશન કરી દેવાયા છેઃ આ ૪ કેસમાં ઇ-ધારાના બે કોમ્પ્યુટર ઓપરેટર સીટી પ્રાંત-ર ના ડ્રાઇવર તથા તલાટી મેડમના એક ભાઇનો સમાવેશઃ બંને કચેરીને સેનેટાઇઝર કરવાનું શરૃઃ ૮ને રજા પર ઉતરાયા access_time 3:53 pm IST

  • ઉધ્ધવ સે 'પંગા'? કંગના રનૈાત વિરૂધ્ધ પોલીસ ફરીયાદ :અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો મૂકાયો આરોપ :બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેની વચ્ચેનો વિવાદ વધતો જઈ રહ્યો છે. કંગના સતત ઉદ્ઘવ અને શિવસેના ઉપર હુમલો કરી રહી છે. તો બીજી તરફ મુંબઈની બાક્રોલી પોલીસ સ્ટેશનમાં કંગનાની વિરૂદ્ઘ આપત્ત્િ।જનક ટિપ્પણીને લઈને કેસ દાખલ કરવામાં આવ્યો છે. સીએમ ઉદ્ઘવ ઠાકરે ઉપર આપત્ત્િ।જનક ટિપ્પણી કરવામાં આવતા કેસ દાખલ કરવામાં આવ્યો છે access_time 3:52 pm IST

  • મુંબઈના મેયર કિશોરી પેડનેકરનો કોરોના ટેસ્‍ટ પોઝીટીવ આવ્‍યો છે : તેણે કહેલ કે તે એ સીમ્‍ટોમેટીક છે access_time 5:53 pm IST