Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બિડનના કોરોના વર્કિંગ ગ્રુપના હેડ તરીકે શ્રી વિવેક મૂર્તિ : પૂર્વ સર્જન જનરલ શ્રી મૂર્તિને સંચાલન સોંપાયું

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બિડનના કોરોના વર્કિંગ ગ્રુપના હેડ તરીકે પૂર્વ સર્જન જનરલ ઇન્ડિયન અમેરિકન શ્રી મૂર્તિને સંચાલન સોંપવામાં આવ્યું છે.

જો બીડને જણાવ્યું હતું કે હું પ્રેસિડન્ટ તરીકે શપથ લઈશ ત્યાર પછી મારુ સૌથી પહેલું કામ કોરોના સામેના જંગનું હશે.જે માટે તેઓ કોરોના વાઇરસ વર્કિંગ ગ્રુપની રચના કરવા જઈ રહ્યા છે.જે માટે ગ્રુપના હેડ તરીકે તેમણે પૂર્વ સર્જન જનરલ ઇન્ડિયન અમેરિકન શ્રી વિવેક મૂર્તિની પસંદગી કરી છે.

7 નવેમ્બરના રોજ તેમણે વિજેતા જાહેર થયા પછી કરેલા ઉદબોધન અંતર્ગત ઉપરોક્ત નિષ્ચય વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે પૂર્વ પ્રેસિડન્ટ બારાક ઓબામા તથા વાઇસ પ્રેસિડન્ટ જો બિડનના કાર્યકાલ દરમિયાન શ્રી મૂર્તિએ 4 વર્ષ માટે સર્જન જનરલ તરીકે જવાબદારી સાંભળી હતી.

(6:43 pm IST)