Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

કોરોના : બિહારના પરિણામ રાત સુધીમાં આવી શકે છે

બિહારમાં ચૂંટણીના પરિણામોને લઈને ભારે આતુરતા : મતગણતરી સવારે આઠ વાગ્યાથી શરૂ થશે, સૌ પહેલાં પોસ્ટલ બેલેટ ગણાશે પછી ઈવીએમના મત ગણના થશે

પટના, તા. : બિહાર વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે ૧૦ નવેમ્બરની રાહ જોવાઈ રહી છે, જ્યારે બિહાર વિધાનસભાના તમામ ૨૪૩ ક્ષેત્રોના પરિણામો આપણી સામે હશે. કોરોના વાયરસના કારણે વખતની ચૂંટણી ખાસ બની ગઈ, પરંતુ આના કારણે વખતે પરિણામો આવવામાં પણ મોડું થશે. અત્યાર સુધી લંચ પહેલા સુધી સરકાર બનવાની તસવીર સ્પષ્ટ થઈ જતી હતી અને સાંજની ચા સુધી પરિણામો અંતિમ રૂપ લઇ લેતા હતા. અમેરિકાની ચૂંટણીમાં વોટોની ગણનાને જે રીતે કોરોનાએ પ્રભાવિત કરી છે, કંઇક એવું બિહારમાં પણ જોવા મળી શકે છે. ચૂંટણી નિષ્ણાતોનું કહેવું છે કે પરિણામો આવતા આવતા રાતનો એક વાગી શકે છે.

વોટોની ગણતરી સવારે વાગ્યાથી શરૂ થશે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટ ગણવામાં આવશે. :૩૦ વાગ્યાથી ઈવીએમથી વોટોની ગણતરી શરૂ થશે. પહેલું રૂઝાન :૪૫ વાગ્યા સુધી આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

વખતે પરિણામો આવવામાં કોરોનાની અસર જોવા મળશે. વખતે લાખ હજાર ૫૨૬ બૂથ બનાવવામાં આવ્યા હતા, જ્યારે ૨૦૧૫માં ૬૫ હજાર ૩૬૭ બૂથ હતા. બૂથોની સંખ્યા લગભગ ૬૩ ટકા વધવાથી ઈવીએમની સંખ્યા પણ વધી ગઈ, જેના કારણે વોટોની ગણતરીના કારણે વધારે રાઉન્ડ ચાલશે. આની અસર પરિણામો પર પડશે અને પરિણામો જાહેર થવામાં સમય લાગશે. કોરોનાના કારણે વખતે કાઉન્ટિંગ સેન્ટરની સંખ્યા પણ વધારવામાં આવી છે. સામાન્ય રીતે દરેક જિલ્લામાં એક કાઉન્ટિંગ સેન્ટર હોય છે, પરંતુ વખતે બિહારના ૩૮ જિલ્લામાં ૫૫ સેન્ટર બનાવવામાં આવ્યા છે, જ્યારે ૪૧૪ કાઉન્ટિંગ હૉલ છે. વધારે કાઉન્ટિંગ સેન્ટર હોવાથી પણ આવવામાં સમય લાગશે. ના, આવું જરૂરી નથી. એક ઈવીએમમાં ૧૬ કેન્ડિડેટનું નામ આવે છે. આવામાં જોઇ કોઈ જગ્યાએ ૧૭ કેન્ડિડેટ ઉભા છે, તો ત્યાં દરેક બૂથ પર ઈવીએમ લગાવવામાં આવશે. રીતે એક ઈવીએમ વધારેમાં વધારે ,૦૦૦ વોટ્સ રેકૉર્ડ કરી શકે છે. દરેક બૂથ પર વખતે વોટર્સની સંખ્યાને ,૦૦૦ સુધી સીમિત કરવામાં આવી હતી. ગત ચૂંટણી સુધી એક ઈવીએમમાં ,૫૦૦ સુધી વોટ નોંધાતા હતા.

વોટિંગ ખત્મ થયા બાદ ઈવીએમને સીલ કરી દેવામાં આવે છે. કાઉન્ટિંગવાળા દિવસે ઈવીએમની પહેલા તપાસ થાય છે. તપાસ બાદ તેને ઑન કરવામાં આવે છે. ઈવીએમ પર ઇીજેઙ્મંનું બટન હોય છે જે સીલ રહે છે. પહેલા રાઉન્ડની ગણતરી પૂર્ણ થયા બાદ ચૂંટણી અધિકારી મિનિટ સુધી રાહ જુએ છે. જો કોઈ સ્પર્ધકને લાગે છે કે કાઉન્ટિંગમાં કોઈ ગરબડ થઈ ગઈ છે અથવા કોઈ વાંધો છે, તો તે મિનિટમાં નોંધાવી શકે છે. ત્યારબાદ ઈવીએમને ફરી સીલ કરી દેવામાં આવે છે. વાંધો આવ્યા બાદ વીવીપેટથી સરખામણી કરવામાં આવે છે. જો વારથી વધારે વીવીપેટ અને ઈવીએમના પરિણામોમાં ફરક આવે છે તો વીવીપેટના પરિણામોને માનવામાં આવે છે.

પરિણામો સવારથી મળતા રહેશે, પરંતુ દરેક વિધાનસભાના પરિણામો અલગ-અલગ આવશે. પહેલા પરિણામોની સત્તાવાર જાહેરાત સાંજે વાગ્યા બાદ થવાની સંભાવના છે. સાંજે વાગ્યા બાદ ફતુહા, બીહપુર, સકરા, લૌરિયા સહિત અનેક સીટોના પરિણામો આવી શકે છે. ત્યારબાદ પરિણામો આવવાનું શરૂ થઈ જશે. પટનાની હમ્હરાર સીટ પર રાત્રે ૧૨ અને દીઘા પર વાગ્યા પછી પરિણામ આવશે. તેજસ્વી યાદવ રાઘોપુરથી લડી રહ્યા છે અને સીટનું પરિણામ રાત્રે વાગ્યા બાદ આવી શકશે. રૂઝાનોના આધાર પર સરકારની સ્થિતિ સ્પષ્ટ થશે. તમામ સીટો પર પહેલું રૂઝાન બપોરે ૧૨ વાગ્યા સુધી મળવા લાગશે. ત્યાં સુધી તસવીર સ્પષ્ટ થવાની આશા છે. જો મુકાબલો ટક્કરનો રહ્યો તો વિધાનસભાની સ્થિતિના આધાર પર બપોરે અથવા વાગ્યા સુધી સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે. પહેલાની વિધાનસભા ચૂંટણીઓમાં ૧૨ વાગ્યા સુધી તો સરકારની સ્થિતિ સ્પષ્ટ થવા લાગતી હતી, જે વખતે કોરોનાના કારણે નહીં થઈ શકે.

(12:00 am IST)